ભરતી - નોકરી

GPSCએ વર્ષ 2023 ની ભરતી તેમજ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો | GPSC Exam Time Table 2023

Rate this post

GPSC Exam Time Table 2023 : વર્ગ-1 તેમજ વર્ગ-2 ની સરકારી નોકરી માટેની તૈયારી કરી રહેલ લોકો માટે આનંદના સમાચાર છે. GPSC દ્વારા વર્ષ દરમ્યાન લેવાનાર તમામ પરીક્ષાની વિગતવાર માહિતી દર્શાવવામાં આવ્યા છે.

 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2023-24 નાં વર્ષનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ 2023 માં યોજાનારી તમામ ભરતી ક્યાં સમયગાળામાં યોજાશે તેની તમામ વિગતો દર્શાવવામાં આવી છે.

  • GPSC  દ્વારા વર્ષ 2023-24 નું કેલેન્ડર જાહેર
  • કેલેન્ડરમાં 2023 માં યોજાનારી તમામ ભરતીની વિગતવાર માહિતી
  • નવા વર્ષમાં અલગ-અલગ મહિનામાં પરીક્ષાનું આયોજન

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવા વર્ષના મે મહિનામાં કુલ 12 પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં નાયબ નિયામક, કાયદા અધિક્ષક, ટેકનિકલ ઓફિસર સહિતની અનેક ભરતી યોજાનાર છે. ત્યારે જૂન 2023 માં કુલ 15 અલગ-અલગ જગ્યાઓ પર પરીક્ષા લેવામાં આવશે. જ્યારે જુલાઈ મહિનામાં 19 જેટલી જગ્યાઓ પર પરીક્ષા લેવાશે.

GPSC નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર ભરતી તારીખ 2023

આ સાથે જ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે. આ અંગેની જાહેરાત 15 જુલાઈ 2023 ના રોજ પ્રસિદ્ધ થશે. કે જેની પ્રાથમિક કસોટી 15/10/2023ના રોજ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની વર્ગ 3ના હોદ્દાઓ માટે 150 જેટલી બેઠકો પર સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે.

GPSC ભરતી કેલેન્ડર 2023

GPSC ભરતી કેલેન્ડર 2023
GPSC ભરતી કેલેન્ડર 2023

ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2 ભરતી તારીખ 2023

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ -1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2 માટે કુલ 100 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેની જાહેરાત 15/08/2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. કે જેની પ્રાથમિક કસોટીની અંદાજે 5 નવેમ્બર 2023ના રોજ યોજાશે. આ પરીક્ષાનું પરિણામ અંદાજે ફેબ્રુઆરી 2024 સુધીમાં જાહેર થશે.

GPSC ભરતી કાર્યક્રમ 2023

GPSC ભરતી કાર્યક્રમ 2023
GPSC ભરતી કાર્યક્રમ 2023

ઓગષ્ટ થી ડિસેમ્બર સુધી પરીક્ષા લેવામાં આવશે

ઓગષ્ટ મહિનામાં 6 જગ્યાઓ માટે પરીક્ષા યોજાશે. સપ્ટેમ્બર મહિનામાં 14 જેટલી અલગ અલગ પરીક્ષા લેવામાં આવશે. ઓક્ટોમ્બરમાં પણ 14 જેટલી પરીક્ષા લેવામાં આવશે.  ત્યારે નવેમ્બર મહિનામાં કુલ 7 જેટલી પરીક્ષાઓનું આયોજન GPSC દ્વારા લેવામાં આવનાર છે. વધુમાં ડિસેમ્બર મહિનામાં પણ 13 જેટલી પરીક્ષા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *