About Us

પાટણ જિલ્લા પેજમાં જિલ્લાની તમામ માહિતી સૌથી પહેલા જાણો. Patan District

અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગ્યાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી. પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે. Patan District