પાટણમાંથી મોબાઇલ તથા પર્સની ચીલઝડપ કરાનાર બે શખ્સોને પોલીસે દબોચ્યા
પાટણ જિલ્લામાં બનતા મીલ્કત સબંધી અનડીટેક્ટ ગુના શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા ની સુચના અનુસાર પાટણ એલસીબી પીઆઇ આર.કે અમીન તથા સાયબર ક્રાઇમ સેલના પીઆઈ પી.કે.પટેલ ના સીધા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલ તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસોને મળેલ હકીકત આધારે પાટણ શહેર માંથી પસૅ અને મોબાઇલ ની તફડંચી કરનારા અસપાકઅલી ઉર્ફે અરબાજ અબ્દુલશા ફકીર તથા નાસીરખાન મોહમદખાન બલોચ બન્ને રહે સરીયદ તા.સરસ્વતી જી.પાટણવાળાઓની બાતમીના આધારે અટકાયત કરી તેઓની પાસેથી ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૧૭,૨૫૦/- તથા રોકડ રકમ ૧૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૧૮,૨૫૦/- નો મુદ્દામાલ કબજે કરેલ અને સદરી મુદ્દામાલ બાબતે પુછતાં બન્ને આરોપીઓએ જણાવેલ કે આજથી આશરે વિસેક દિવસ પહેલા ડોક્ટર હાઉસ નજીક બે બહેનો એક્ટીવા લઇ જતા પાછળથી બેનના હાથમાંથી મોબાઇલ તથા પર્સ ઝુંટવીને ચોરી કરેલ હોવાનું તેઓએ જણાવતાં અને આ બાબતે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થયેલ હોય પોલીસે બન્ને શખ્સો ને મુદામાલ સાથે એ ડીવીઝન પોલીસ ને સોંપતા આગળ ની કાયૅવાહી પાટણ એ ડીવીઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ