મનરેગા યોજના અંતર્ગત જિલ્લામાં હાથ ધરાયેલ કામોની ચકાસણી કરાઈ
પાટણ જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ વિવિધ કામ હાથ ધરવામાં આવ્યા છે. આ કામોની ચકાસણી કરવા માટે ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી ગાંધીનગર દ્વારા ટીમ નિયુક્ત કરવામાં આવી છે. આ ટીમ વિવિધ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ હાથ ધરવામાં આવેલ કામોની ચકાસણી કરી છે. ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી ગાંધીનગર દ્વારા નિયુક્ત કરાયેલી ટીમે પાટણ જિલ્લામાં હાથ ધરાયેલ કામોની ચકાસણી કરી હતી. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આંતર જિલ્લા ટીમ દ્વારા પાટણ જિલ્લામાં કરવામાં આવેલ કામો જેવા કે, ચેકડેમ, રસ્તાના કામો, કેટલશેડ, હોલીયા, ઘાસચારા વાવેતર, ખેત તલાવડીની રેન્ડમ સીલેક્શન દ્વારા સમી તાલુકાના રૂપનગર તથા શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે સ્થળ મુલાકાત કરી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સામુહિક અને વ્યક્તિગત કામો દ્વારા લોકોને થયેલ લાભ અંગે સરપંચ તથા લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો.