પાટણ: રાધનપુરમાં પાણીની સમસ્યાનું નિવારણ લાવવા ધારાસભ્ય લવિંગજી ઠાકોરે બેઠક યોજી
રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને લઈને લોકોની માંગણી ઉઠવા પામતા રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ રાધનપુર સર્કિટ હાઉસ ખાતે રાધનપુર પાણી પુરવઠા ના અધિકારીઓ સાથે અને નગરપાલિકાના ચીફ ઓફિસર અને અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી.
છેલ્લા 15 દિવસથી લોકોને પીવાના પાણીની હાલાકી પડતી હોઈ તેને ધ્યાનમાં રાખીને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર રાધનપુર સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા ના અધિકારી અને અન્ય અધિકારીઓ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના અધિકારીઓ સાથે રાધનપુર સર્કિટ હાઉસ ખાતે લોકોને પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેના માટે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણયો લેવા લોકોને પાણી મળી રહે તેના માટે ધારાસભ્યએ સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી મળી રહે તેના માટે યોગ્ય કાર્યવાહી કરી પાણી પૂરું પાડવામાં આવશે એવું ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું હતું.