ધારપુર મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓ માટે મેન ગેટ બંધ કરાયો હોવાના આક્ષેપ
પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં મેન ગેટ બંધ કરાતા અસક્ત દર્દીઓ અને દવા લેવા માટે આવતા દર્દીઓને તકલીફનો સામનો કરવાનો વારો આવે છે મેડિકલ તબીબી અધિક્ષક દ્વારા હુકમ કરતા મેન ગેટ ઉપરથી કોઈને પણ પ્રવેશ કરવા દેવામાં આવતો નથી ફક્ત અને ફક્ત ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ અને તાત્કાલિક સારવારમાં આવતા દર્દીને જ પ્રવેશ આપવામાં આવે છે મેડિકલ તબીબી અધિક્ષક દ્વારા આ હુકમ કરી દર્દીઓ અને વૃદ્ધ દર્દીઓને ફરીને કેન્ટીન તરફના ગેટ પાસેથી પ્રવેશ અપાઈ રહ્યો છે.
હોસ્પિટલના બિલ્ડિંગમાં કેન્ટીનમાંથી પસાર કરી પ્રવેશવા દેવામાં આવે છે મેન ગેટમાં થઈ સીધી જ કેસ બારી અને મેડિકલ આવતા હોય લોકોને સરળતા રહે છે. ક્યાંકને ક્યાંક આ કેન્ટીંગ વાળાને ફાયદો કરાવવા માટે આ નિર્ણય લેવાયો હોવાનો પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ જણાવ્યું હતું.