પાટણ: ચાણસ્માના મીઠીઘારીયાલમાં એક વ્યક્તિએ ગાયને ટ્રેક્ટર સાથે બાંધીને ઢસડી
પાટણ જિલ્લાના ચાણસ્મા(Chanasma) તાલુકાના મીઠીઘારીયાલ ગામે ગામના જ એક વ્યક્તિએ ગાયને ટ્રેક્ટર સાથે બાંધીને ઢસડીને આવતો ગામનો એક વ્યક્તિ જોઈ જતા ગામલોકો અને પોલીસને જાણ કરી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે.
ત્યારે આ ઘટનાને નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું કે ગામના પ્રવેશ દરવાજા પાસેથી પસાર થતાં રોડની બાજુમાં ટ્રેક્ટર સાથે ગાયને બાંધીને એક વ્યક્તિ રોડની સાઈડમાં આવી રહ્યો હતો. પ્રથમ તો મને એવું લાગ્યું કે કદાચ ગાયનું મરણ થયું હશે અને નાખવા આવી રહ્યો છે પરંતુ ગાય લોહી લુહાણ હાલતમાં અને હલનચલન કરતી હાલતમાં જોવા મળતા જીવતી હોવાનું જાણવા મળતા ગામ લોકોને જાણ કરી હતી અને પછી ચાણસ્મા પોલીસ મથકે જાણ કરાઈ હતી.
તો આ ઘટના અંગેની જાણ થતા પીએસઆઇ ડામોરે ઘટના સ્થળેથી પશુ ડોક્ટરને બોલાવી ઇજાગ્રસ્ત ગાયની સારવાર શરૂ કરાઈ હતી અને નજરે જોનાર વ્યક્તિના કહેવા મુજબ ગાયને ઢસડનાર વ્યક્તિને ચાણસ્મા પોલીસ મથકે ડીટેઇન કરી વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ કોઈ વ્યક્તિ ગાયનું માલિક બનતું ન હોવાના કારણે અને કોઈ ફરિયાદી બનતું ન હોવાના કારણે હાલમાં પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પીઆઇ વસાવાએ જણાવ્યું હતું.
- પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
- પાટણનાં ડેર પાસે કારે ટક્કર મારતાં બાઇક પર સવાર માતા-પુત્રનાં મોત,પતિ ઘાયલ
- ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઇભક્તો
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ