ગુજરાત

૨૦૨૩ના વર્ષના રાજ્ય સરકારના કેલેન્ડરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

Rate this post

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ-૨૦૨૩ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-૨૦૨૩ના વિવિધ વિષયવસ્તુ-થીમ આ વર્ષના કલેન્ડરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.
સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી દ્વારા તૈયાર કરાયેલું આ કેલેન્ડર G-20 ની વિષયવસ્તુ સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસથી વધુ આકર્ષક અને નયનરમ્ય બન્યું છે.

આ પ્રસંગે માહિતી નિયામક શ્રી આર. કે. મહેતા, ડીજીપીએસ શ્રી વી. એમ. રાઠોડ, અધિક માહિતી નિયામક શ્રી પુલક ત્રિવેદી, સરકારી ફોટો લીથો પ્રેસના મેનેજરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *