જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમતીની બેઠક
જિલ્લા સેવા સદનના નવા કોન્ફરન્સ હોલ ખાતે વર્ષની પ્રથમ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી ભાનુમતી બેન મકવાણા અને ચાણસ્માના ધારસભ્યશ્રી દિનેશજી ઠાકોર તેમજ જિલ્લાના પદાધિકારીશ્રી અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લામાં સરકારી યોજનાઓને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં પદાધિકારીશ્રીઓના પ્રશ્નો તેમજ સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આગામી સમયમાં શું આયોજન છે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠકમાં ધારાસભ્યશ્રીના પ્રશ્નો તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દ્વારા સંલગ્ન વિભાગને પુછાયેલા પ્રશ્નોનો અધિકારીશ્રીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. આજની બેઠકમાં લાભાર્થીઓને મળતી વિવિધ કીટ બાબતના પ્રશ્નો, વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિના પ્રશ્નો, એટ્રોસીટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુન્હાઓની વિગતો તેમજ તે બાબતે થયેલ કાર્યવાહીની વિગતો કલેક્ટરશ્રી દ્વારા સંલગ્ન અધિકારીશ્રીઓ પાસેથી મેળવવામાં આવી હતી. તદઉપરાંત મહત્વની યોજનાઓ જેમ કે, જલ જીવન મિશન, આયુષ્યમાન યોજના, પી.એમ ગ્રામ સડક યોજના, ચાઈલ્ડ લેબર તેમજ અમૃત સરોવર મુદ્દે શું કામો કરવામાં આવ્યા તેની વિગતો કલેક્ટરશ્રી દ્વારા મેળવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અધિકારીશ્રીઓને જરૂરી સુચનો પણ કરવામાં આવ્યા હતા.
આજની જિલ્લા સંકલનની બેઠકમાં સરકારી કચેરીઓમાં પડતર પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય તે માટે તમામ અધિકારીઓને જીલ્લા કલેકટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેને અગ્રીમતા આપવા માટે જીલ્લા સંકલનમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ યોજનાના લાભાર્થીઓને મળતા લાભો તેમજ આ તમામ યોજનાલક્ષી માહિતીની જાણકારી સંબંધિત અધિકારીઓ પાસેથી જિલ્લા કલેકટરશ્રીએ મેળવી હતી.
આજે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિત સિંઘની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતીની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાનુમતિબેન મકવાણા, ચાણસ્મા ધારાસભ્યશ્રી દિનેશજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ તેમજ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ