ગુજરાતપાટણ

Patan : એસટી બસની અડફેટે બાઇકચાલકનું મોત

Rate this post

ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામ પાસે મહેસાણા તરફ જઈ રહેલી એસટી બસ દ્વારા ચાણસ્મા તરફ આવી રહેલા બાઇકને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.

મહેસાણા ખાતે નાગલપુર પાટિયા પાસે રહેતા અને ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલા અનિલકુમાર પ્રહલાદભાઈ સુથાર ઉ.વ.39 પોતાનું બાઇક લઇને મંગળવારે ચાણસ્મા ખાતે વેલ્ડિગ કામ માટે જઇ રહ્યા હતા. જે દરમ્યાન ચાણસ્માના ધાણોધરડા ગામ પાસે હારિજ ડેપોની મહેસાણા તરફ જઈ રહેલ એસટી બસના ચાલકે કોઇ કારણસર બાઇક ચાલકને અડફેટે લેતાં બાઈક ચાલક નીચે પટકાતાં બસનું ટાયર ફરી વળતાં ચગદાઈ જવાથી અનિલકુમાર સુથારનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા સગાસંબંધીઓ જાણ કરાઇ હતી. ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં પીએમ સહિતની કાર્યવાહી શરૂ કરાઇ હતી. મૃતકના બનેવીએ ફરિયાદ નોંધાવતા પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મૃત્યુ પામેલા અનિલના પરિવારમાં તેમના માતા પિતાની તબિયત સારી ન રહેતી હોય તથા તેમના ભાઈને પણ શારીરિક તકલીફ હોવાથી ઘરમાં કમાવનાર એક વ્યક્તિ હતો.જેનું અકસ્માતમાં મૃત્યુ થતા પરિવારજનો પર અણધારી આફત આવી પડતાં ભાગી પડ્યાં હતાં. સાથે મૃતકને એક સાત વર્ષની દીકરી હોય પિતાની છત્રછાયા ગુમાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *