આ 5 સરકારી સ્કીમમાં કરશો રોકાણ તો થઇ જશો માલામાલ | Invest in these 5 Government Schemes
જો તમે ટેક્સ સેવિંગની સાથે સાથે સારૂ વ્યાજ પણ મેળવવા માંગો છો તો આમે તમને એવી સરકારી સ્કીમ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મોંઘવારીને માત આપવા વ્યાજદર 7 ટકાથી વધારે ઓફર કરી રહી છે. આવો જાણીએ આ સ્કીમ્સ વિશે.
સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ | Senior Citizen Savings Scheme
સીનિયર સિટીઝન જો ટેક્સ સેવિંગ કરવા માટે રોકાણ કરવા માંગે છે તો તેમના માટે સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એક શાનદાર રોકાણનું ઓપ્શન છે. તેમાં રોકાણકારને 8 ટકાનું રિટર્ન મળે છે. જોકે સરકારે તેની રોકાણ લિમિટને 15 લાખથી વધારીને 30 લાખ કરી દીધી છે.
કિસાન વિકાસ પત્ર | Kisan Vikas Patra Yojana
કિસાન વિકાસ પત્ર પણ એક રિસ્ક ફ્રી રોકાણ ઓપ્શન છે જેમાં પોસ્ટ ઓફિસ દ્વારા તમને 7.2 ટકાનું શાનદાર વ્યાજ ઓફર કરવામાં આવે છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ | Public Provident Fund
પબ્લિત પ્રોવિડન્ટ ફંડ એક ખૂબ જ પોપ્યુલર સ્મોલ સેવિંગ સ્કીમ છે જેના હેઠળ રોકાણકારને કમ્પાઉન્ડિંગના આધાર પર 7.1 ટકાનું રિટર્ન મળે છે.
નેશનલ સેવિંગ સ્કીમ | National Saving Certificate
નેશનલ સેવિંગ સ્કીમ એક રિસ્ક ફ્રી રોકાણનો વિકલ્પ છે. જેમાં તમને 7 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના | Sukanya samrudhi yojana
જો તમે પોતાની બાળકીના ભવિષ્ય માટે રોકાણ કરવા માંગો છો તો તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. તેમાં રોકાણ કરવા પર તમને 8 ટકાના દરે વ્યાજ મળે છે.