હવેથી અંબાજી મંદિરમાં નહીં મળે મોહનથાળનો પ્રસાદ | Mohanthal Prasad Ambaji Temple
Ambaji Temple : ગુજરાતના આધાસ્થાત એવાં અંબાજી મંદિરમાં પ્રસાદમાં અત્યાર સુધી મોહનથાળ આપવામાં આવતો હતો. પરંતુ હવે અચાનક તે બંધ કરી દેવાતા માઇ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મુદ્દે બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, ‘હવેથી પ્રસાદમાં મોહનથાળ બંધ કરી દેવામાં આવ્યો છે અને પ્રસાદમાં ચિકી આપવામાં આવશે. ઉતર ગુજરાતની જ કોઇ કોન્ટ્રાક્ટ એન્જસીને કામ સોંપવામાં આવ્યું છે. જે કોન્ટ્રાકટ એજન્સી સોમનાથ મંદિરને પણ ચિકીનો પ્રસાદ પૂરો પાડે છે. એ જ એજન્સી હવે અંબાજી મંદિરને પણ ચીકીનો પ્રસાદ પૂરો પાડશે.’
ચિકીના પ્રસાદ અંગે કલેક્ટરનું મહત્વનું નિવેદન – Ambaji Temple
મંદિરમાં ચિકીનો પ્રસાદ રાખવાના નિર્ણય અંગે કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, ‘પ્રસાદ બદલવાને લઇ મંદિર સંચાલકોને અનેક રજૂઆત અને મંતવ્યો હતા. અનેક રજૂઆત અને મંતવ્યો બાદ મંદિર પ્રશાસને નિર્ણય લીધો છે. ચિકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો 3 મહિના સુધી રાખી શકે છે.’
પ્રસાદને લઇને છેડાયો વિવાદ – Ambaji Temple
અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના નિર્ણયનો ગ્રામજનોએ પણ ઉગ્ર વિરોધ કર્યો છે. ત્યારે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરાયું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરાઈ છે. 48 કલાક બાદ પણ મોહનથાળ ફરી ચાલુ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો પણ તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી છે. તો ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પણ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ કરી છે.
ચિકીના પ્રસાદમાં નફો વધુ, નફા માટે કરોડો લોકોની આસ્થા સામે વ્રજધાત: કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ – Ambaji Temple
અંબાજી મંદિરના પ્રસાદના વિવાદ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, ‘મંદિરોમાં નાણાનો બેરોકટોક વ્યય થઈ રહ્યો છે. અધિકારીઓ અણધણ નિર્ણયો લઈ રહ્યાં છે. અંબાજી મંદિરમાં ૬ દાયકાથી મોહનથાળનો પ્રસાદ મળે છે. દોઢ વર્ષમાં મોહનથાળના પ્રસાદના ભાવમાં 150%નો વધારો કરાયો. 20 કરોડનો મોહનથાળનો પ્રસાદ વહેચાતો હતો. છેલ્લા 8 મહિનાથી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાયો છે. ચિકી સામે મોહનથાળના પ્રસાદની ડિમાન્ડ વધારે છે. પરંતુ કલેક્ટરે અચાનક જ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય કર્યો. ચિકીના પ્રસાદમાં નફો વધુ છે. માર્કેટમાં બ્રાન્ડેડ ચિકી 5 રૂપિયામાં મળે છે. અંબાજી મંદિરમાં 4 ચિકી 25 રૂપિયામાં વહેંચવામાં આવે છે. આથી નફા માટે કરોડો લોકોની આસ્થા સામે વ્રજધાત કરવામાં આવે છે. ભક્તો મંદિરમાં પૈસા આપે છે તેનો વ્યય થઈ રહ્યો છે. આથી RTIમાં માહિતી માંગવામાં આવી છે. નેતાઓ પાછળ મંદિરનું દેવસ્થાન ટ્રસ્ટ ખર્ચ ચૂકવે છે. નેતાઓ અને સગા સંબંધીઓ ગેસ્ટ હાઉસમાં રોકાય અને તેમના ચા પાણીનો ખર્ચ ટ્રસ્ટ ચૂકવે છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આવી રીતે 21 લાખનો ખર્ચ ચૂકવાયો હોવાની વાત RTIમાં સામે આવી છે.’
વહીવટી તંત્ર દ્વારા પ્રસાદ બનાવવા માટે એજન્સીને મનાઈ કરવામાં આવી – Ambaji Temple
અંબાજીના મોહનથાળ પ્રસાદની જો વિગતે વાત કરીએ તો રાજસ્થાનની મોહિની કેટર્સ નામની એજન્સીનું આ ટેન્ડર હતું. કંપનીએ વર્ષનું રૂ. 25 કરોડનું ટેન્ડર આપ્યું હતું. એક દિવસમાં 1500થી વધુ કિલો પ્રસાદ બનતો હતો. પૂનમ તેમજ રવિવારનાં દિવસે 2 હજાર કિલો પ્રસાદ બનતો હતો. વર્ષ 2018થી આ એજન્સી મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યું છે. દર 2 વર્ષે પ્રસાદ માટેની ટેન્ડર પ્રક્રિયા હોય છે. ત્યારે હવે વહીવટી તંત્ર દ્વારા પ્રસાદ બનાવવા માટે એજન્સીને મનાઈ કરવામાં આવી છે. 100થી વધુ લોકો મોહનથાળ બનાવવા માટે કામ કરતા હતા. ટેન્ડર પ્રક્રિયા દ્વારા આ મોહન થાળનો પ્રસાદ બનાવવામાં આવતો. ત્યારે હવે હાલમાં એજન્સીને પ્રસાદી મામલે મનાઈ કરવામાં આવી છે.
જાણો મોહનથાળનું મહત્વ શું? Ambaji Temple
- મોહનથાળના પ્રસાદની પ્રથા 500 વર્ષથી પણ જૂની
- મોહનથાળ જ માતાજીના પ્રસાદની આગવી ઓળખ
- મંદિરની સ્થાપના થઈ ત્યારથી છે પ્રસાદની પરંપરા
- મોહનથાળના પ્રસાદ સાથે વિશ્વભરમાં વસતા શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી
- વર્ષોની પરંપરા મુજબ માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ બને છે
- ગ્રહણ હોય કે પછી મંદિર પ્રક્ષાલન ક્યારેય પ્રસાદની કામગીરી બંધ રહી નથી
- મોહનથાળના પ્રસાદમાં કોઈ કેમિકલ કે રંગ નાખવામાં આવતો નથી
- કેમિકલ અને રંગ વિના પ્રસાદ સ્વાદિષ્ટ બને છે
- પ્રસાદમાં ઘી અને ખાંડ હોવા છતાં કીડી ઉભરાતી નથી
પ્રસાદમાં ચિકી જ કેમ? Ambaji Temple
- ચિકીના સૂકા પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે વિચાર વિમર્શ ચાલુ છે
- અમૂલ બ્રાન્ડ હોવાથી ચિકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે
- સોમનાથ, તિરુપતિ સહિતનાં મંદિરોમાં પણ સૂકા પ્રસાદની માંગ છે
- મંદિરોની માંગ જોઈને અંબાજી મંદિરમાં ચિકીના પ્રસાદનો નિર્ણય કરવામાં આવ્યો.