પાટણ: સાંતલપુર નગર બન્યું ગંદકીનું સામ્રાજ્ય તલાટી કમ મંત્રીની બેકાળજીને લઈને ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ ગ્રામ પંચાયત આજુબાજુ અને સમગ્ર ગામની અંદર કચરાથી નગર જનો બની રહ્યા છે બીમારીનો ભોગ ગ્રામ પંચાયત આજુબાજુ કચરાઓના ઢગ અને ગટરો ઉભરાતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તલાટી કમ મંત્રીની ગ્રામ પંચાયત ઓફિસ આવેલી હોય તે જગ્યાએ ગંદકી તાત્કાલિક ધોરણે સફાઈ થાય તેવી માંગણી ઉઠવા પામી.
સાંતલપુર નગર બન્યું ગંદકીનો સામ્રાજ્ય તેના કારણે બની રહ્યા છે રોગચાળાનો શિકાર દર્દીઓથી દવાખાના ઉભરાઈ રહ્યા છે માત્ર એક તલાટી કમ મંત્રીની બેકાળજીના કારણે ગામ લોકો બની રહ્યા છે રોગચાળાનો શિકાર ગ્રામ પંચાયતની કચેરી ની અંદર પણ ગંદકીનો સામ્રાજ્ય ગ્રામ પંચાયત કચેરી આજુબાજુ ગટરોના ગંદા પાણી ભરાઈ જતા લોકો સાતલપુર ખાતે ખરીદી કરવા આવતા ગ્રામ્ય વિસ્તાર અને શહેરીજનો ગંદકીના કારણે ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે તાત્કાલિક ધોરણે સાફ સફાઈ કરવામાં આવે અને સરકારમાંથી સાફ-સફાઈની આવતી ગ્રાન્ટનો સાચો ઉપયોગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ