પાટણ શહેરમાં સગી મામીએ 13 વર્ષની ભાણીને રિક્ષા ચાલકને સોંપી દુષ્કર્મનો ભોગ બનાવી
પાટણ શહેરમાં 15 દિવસ અગાઉ બહાર જવાના બહાને સગી મામીએ 13 વર્ષની ભાણીને સાથે લઇ જઇને પાટણથી સરીયદ જવાના રોડ અવાવરૂ જગ્યામાં બાવળોની ઝાડીમાં આ રિક્ષા ચાલક સાથે નહિ જાય તો તારા મામાને મારી નાખવાની ધમકી આપીને ધકેલી હતી. રિક્ષાચાલકે સગીરા પર દુષ્કર્મને અંજામ આપ્યો હતો આ અંગે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે મામી અને રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
પાટણ શહેરમાં સુર્યનગર વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીને તેના મામી 03-10-2023ના રોજ બહાર જવા બહાને વિસ્તારના અક્ષયભાઇ ચકાભાઇ નટ બજાણીયાની રિક્ષામાં ગયા હતા.પાટણ શહેરના બાવાહાજી દરગાહથી આગળ સરીયદ જવાના રોડની બાજુમાં અવાવરૂ જગ્યામાં રિક્ષા રોડની સાડમાં ઉભી રાખી હતી તેના કિશોરીના મામીએ કહ્યું કે તારે અક્ષય જોડે બાવળોની ઝાડીમાં જવું પડશે અને અક્ષય કહે તેમ કરજે નહિંતર તારા મામાને અક્ષય અને હું ભેગા થઇ જાનથી મારી નાખીશું તેવી ધમકી કારણે ભોગ બનનાર ગભરાઇ ગયેલ અને યુવાન અક્ષય તેની સાથે જબરજસ્તી દુષ્કર્મ આચર્યું હતું.
આ અંગે સગીરાએ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે તેની મામી અને અક્ષયભાઇ ચકાભાઇ નટ બજાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. તેવું તપાસ અધિકારી પીઆઇ એમ.એ.પટેલ જણાવ્યુ હતું કે સમગ્ર મામલે મામા તેની પ્રેમી સાથે વાત કરતા પકડાઇ હતી ત્યારે સમગ્ર ઘટના ઘટસ્ફોટ થયો હતો. સગીરાનું મેડિકલ ચેકઅપ અને બંને આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.