ગુજરાતપાટણપાટણ શહેર

રાણી કી વાવ | History of Rani ki Vav

Rate this post

રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.

રાણી ની વાવ | History of Rani ki Vav

આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળતી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે.

ગુજરાતની વાવો કેવળ જળસંગ્રહ અને લોકમિલાપનું સ્થળ નથી, બલકે મોટું આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે મૂળભૂત રીતે તેનું સ્વરૂપ સાવ સીધું સાદું હતુ. પરંતુ વર્ષો જતાં જટીલ થયું હતુ. કદાચ પાણીની પવિત્રતાના આ પ્રાચીન વિચારને પાષાણ દેવોના સ્વરૂપે કોતરીને વધું મહત્વ આપવાનો હેતુ હતો.

જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઇને, કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઇને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાના વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો. આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જુઓ છે. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડયા છે. એવું કહેવાય છે, અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે.

સ્થાપત્ય

રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી અને ૨૭ મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ જયા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.

અહીંયા એક નાનો દરવાજો છે જે સિદ્ધપુર તરફ જતાં ૩૦ કિલોમીટર લાંબાં એક બોગદામાં ખુલે છે. આ પ્રવેશદ્વાર અત્યારે કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે પણ મૂળતઃ આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ વાવ જયા પ્રકાર ની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *