મહેસાણા-પાટણ વચ્ચે દોડતી 4 સ્પેશિયલ ટ્રેનો રદ્દ
મહેસાણા-પાટણને જોડતી ટ્રેનમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. ત્યારે આ ટ્રેનોને લઈને હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણા-પાટણને જોડતી 4 ટ્રેન રદ્દ કરાઈ છે. આ અંગેની જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે.
મહેસાણા-પાટણને જોડતી 4 ટ્રેનને રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વેએ જાહેરાત કરતા કહ્યું કે, મહેસાણા-વિરમગામ, સાબરમતી-પાટણ, પાટણ-મહેસાણાની સ્પેશિયલ ટ્રેન 9 થી22 જાન્યુઆરી સુધી રદ્દ રહેશે. મહેસાણા-પાટણને જોડતી ટ્રેનમાં હજારો લોકો મુસાફરી કરે છે પણ રેલ્વે લાઇનમાં યાર્ડ રિમોડલિંગની કામગીરીને કારણે કેટલીક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે. રેલ્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રેનના રૂટને ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
રદ્દ કરાયેલી ટ્રેનોની વિગત નીચે મુજબ છે
આ રદ્દ કરવામાં ટ્રેનોમાં 09481 મહેસાણા- પાટણ સ્પે.(દૈનિક), 09483 મહેસાણા- પાટણ સ્પે.(સોમ અને શુક્ર સિવાય અઠવાડિયામાં 5 દિવસ), 09484 પાટણ- મહેસાણા સ્પે.(સોમ અને શુક્ર સિવાય અઠવાડિયામાં 5 દિવસ), 09476 પાટણ- મહેસાણા સ્પે.(દૈનિક), ટ્રેન નં. 09491 મહેસાણા- વિરમગામ સ્પેશિયલ (દૈનિક), 09492 વિરમગામ-મહેસાણા સ્પે.દૈનિક, ટ્રેન નં. 09369 સાબરમતી- પાટણ સ્પેશિયલ (રવિવાર સિવાય દરરોજ) અને ટ્રેન નં. 09370 પાટણ- સાબરમતી સ્પેશિયલ (રવિવાર સિવાય દરરોજ)નો સમાવેશ થાય છે.