કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ ખાતે ખેડૂત સુવર્ણ સમૃધ્ધિ સપ્તાહ અંતર્ગત કિસાન મેળો યોજાયો
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ;સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ, જી.પાટણ ધ્વારા ૨૫ ઓગસ્ટના રોજ ખેડૂત સુવર્ણ સમૃધ્ધિ સપ્તાહ અંતર્ગત કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનું ઉદ્ઘાટન મહપાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા માર્ગદર્શન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. ઉપેશકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
મેળામાં આવેલા મહેમાનશ્રીઓએ તથા અધિકારીઓએ કેવીકેના નિદર્શન યુનિટ જેવા કે વર્મી કમ્પોસ્ટ, એઝોલા, નર્સરી તથા પ્રાકૃતિક કૃષિ યુનિટની મુલાકાત લીધી હતી. કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. ઉપેશકુમારે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યા બાદ પ્રાકૃતિક ખેતી તથા કેવીકેની પ્રવૃતિઓ વિષે માહિતી આપી હતી. આત્માના ડાયરેકટરશ્રી મેણાત દ્વારા કૃષિલક્ષી સરકારી યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતી વિશે જ્ઞાનસભર માહિતી આપી હતી. કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક શ્રી કે. આઈ. પટેલ દ્વારા ખેતીની નવી પધ્ધતિઓ વિષે માહિતી આપી હતી. ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિષય નિષ્ણાતો દ્વારા ખેતીવાડી, પશુપાલન તથા બાગાયત વિષય પર માહિતી આપવામાં આવી હતી. અંતમાં ખેડૂત ભાઈઓ અને બહેનોએ કેવીકેના નિદર્શન યુનિટ જેવા કે વર્મી કમ્પોસ્ટ, એઝોલા, નર્સરી તથા પ્રાકૃતિક કૃષિ યુનિટની અને મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.