સરકારી યોજના

PAN With Aadhaar Link Last Date : 31 મી માર્ચ પહેલાં પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરો, નહીંતર આટલા કામો અટકી જશે

Rate this post

PAN With Aadhaar Link Last Date: ભારતના નાગરિકો પાસે જુદા-જુદા દસ્તાવેજો હોય છે. તમામ દસ્તાવેજોનો ઉપયોગ જુદી-જુદી જગ્યાએ થાય છે. જેમ કે ચૂંટણીકાર્ડનો ઉપયોગ મતદાન કરવા માટે થાય છે. આધાર કાર્ડનો ઉપયોગ તો ઘણી બધી સેવાઓ ખાતે થઈ રહેલા છે. હાલમાં પાનકાર્ડ ચર્ચામાં છે. પાનકાર્ડ ઇન્કમટેક્ષ ભરવા માટે થાય છે. CBDT દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, તમામ નાગરિકો પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવે. આ આર્ટિકલ દ્વારા PAN With Aadhaar Link Last Date તથા તેના સબંધે અન્ય ચર્ચા કરીશું.

PAN With Aadhar Link Last Date

જો તમે પાનકાર્ડ કઢાવેલ છે તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ અગત્યનો છે. તાજેતરમાં CBDT દ્વારા પાનકાર્ડ સંબંધિત ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે. દેશના તમામ કરદાતાઓ પોતાનું Pancard aadhar link કરાવી દે. જેના માટે 31 મી માર્ચ 2023 નક્કી કરવામાં આવેલ છે.

Important Point

પોસ્ટનું નામPAN With Aadhaar Link Last Date
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
હેતુપાનકાર્ડ સાથે આધારકાર્ડને કેવી રીતે લિંક કરી શકાય તેની માહિતી આપવી.
પાનકાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?Link Pan Card With Aadhar Card
PAN Aadhar Card સાથે લિંક છે કે નહીં? ચેક કરવા માટે લિંક.PAN AADHAAR Link Status Check
અધિકૃત વેબસાઈટhttps://www.incometax.gov.in/iec/foportal/

પાન કાર્ડ ને આધાર સાથે 31 માર્ચ પહેલા લિંક કરાવો.

ભારતના તમામ કરદાતાઓ પાનકાર્ડ અને આધારકાર્ડ ને ફરજીયાત લિંક કરાવવું પડશે. જેના માટે હાલમાં રૂપિયા 1000/- ની પેનલ્ટી ભરવી પડે છે. PAN With Aadhar Link Last Date રીખ 31 માર્ચ 2023 છે. ત્યારબાદ જો આ લિંક નહીં કરાવો, તો તમારા પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા બધા કામ અટકી જશે.

લિંક કરવાની પ્રોસેસ ન કરતાં કયા-કયા કામો અટકી જશે?

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેક્સીસ (સીબીડીટી)એ જાહેર કર્યું છે કે, Pan Link to aadhaar card કરવા માટે જણાવેલ છે. જો આમ નહીં કરવામાં આવે તો ઘણા બધા કામો અટકી જશે. જે નીચે મુજબ છે.

બેંક એકાઉન્ટમાં 50,000 હજાર કે તેથી વધુના નાણાંકીય વ્યવહાર કરી શકશો નહીં.
રૂપિયા 5 લાખ કે તેથી વધુ રકમનું સોન ખરીદી શકશો નહીં.
પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, જેથી તમારું ઇન્કમટેક્ષ રિર્ટન પણ નહીં ભરી શકો.
તમારુ ઇન્કમટેક્ષ રિટર્ન ભરવાનું અશક્ય થઈ જશે.
પાનકાર્ડ સાથે સંકળાયેલ અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો.
પાન કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવશે. જેથી નાણાંકીય વ્યવહાર અટકી જશે.
SIP/ મ્યુચ્યુઅલ ફંડ જેવી રોકાણની સ્કીમોમાં રોકાણ કરી શકશો નહીં.
વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.

પાનકાર્ડ આધારકાર્ડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

તમારું PAN Aadhar Card સાથે લિંક છે કે નહિં? તે ઓનલાઈન ચેક કરી શકાય છે. જેની માહિતી નીચે મુજબ છે.

Step 1: સૌપ્રથમ Google માં જાઓ અને ત્યાં ઈન્‍કમ ટેક્ષ ડિપાર્ટમેન્‍ટની વેબસાઈટ પર જાઓ.

Step 2: હવે હોમ પેજ પર ડાબી બાજુમાં બીજા નંબરના “Link Aadhaar Status” પર ક્લિક કરો.

Step 3: નવા પેજમાં PAN Number અને Aadhaar Number દાખલ કરીને “View Link Aadhaar Status” પર ક્લિક કરો.

Step 4: જો તમારું પાનકાર્ડ લિંક હશે તો “Your PAN is Already linked to given Aadhaar 54*23” નામનો મેસેજ પોપ-અપમાં આવશે.

Step 5: જો તમારું પાન કાર્ડ લિંક નહિ હોય તો, “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN. નામનો પોપ-અપ મેસેજ દેખાશે.

પાન ને આધારકાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું?

કેન્‍દ્ર સરકારના ઈન્‍કમ ટેક્ષ વિભાગ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. દેશના તમામ નાગરિકો પોતાનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે ફરજિયાતપણે લિંક કરવાનું રહેશે. જેની માહિતી નીચે મુજબ છે.

સૌથી પહેલા Income Tex વિભાગની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.
Home Page પર “Latest Update” નામનું મેનુ દેખાશે તેમાં “PAN-Aadhar Linking Campaign” પર ક્લિક કરવાનું રહેશે.
પછી એક નવું પેજ ખુલશે, તેમાં તમારો પાનકાર્ડ નંબર અને આધારકાર્ડ નંબર નાખીને Validate પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક હશે તો તો “Your PAN is Already linked to given Aadhaar 54*23 નામનો Pop-Up મેસેજ મળશે.
પરંતુ જો તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક નહિં થયેલ હોય તો “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN. નામનો પોપ-અપ મેસેજ દેખાશે.
જો લિંક નહિં હોય તો લિંક કરવા માટે Fee ભરવા માટે સ્ટેપ્સ આવશે.
ફી ભરવા માટે મેનુ પર જવા માટે આધારકાર્ડ નંબર અને પાનકાર્ડ નંબર ફરીથી માંગવામાં આવશે. જેને દાખલ કરવાનો રહેશે.
માહિતી નાખતાં તમારા મોબાઈલ પર OTP આવશે. જે OTP નાખીને તમારી વિગતો Verified કરવાની રહેશે.
તમારા પાન કાર્ડની વિગતો વેરિફાય “Click Continue to Make a new Payment” પર ક્લિક કરવાનું રહેશે.
છેલ્લે, તમે તમારી Fee Online Pay કરીને લિંક કરવાની પ્રોસેસ પૂર્ણ કરી શકો છો.

FAQ’s

1) પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક (Linking) કરવા માટે છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી 31 માર્ચ 2023 છે.

2) PANCARD ને Aadhar Card ને લિંક કરવા માટે Official Website કઈ છે?
જવાબ: આ માટે ઓફિશિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/ છે.

3) પાન આધાર સાથે લિંક છે કે નહિં તે ઓનલાઈન તપાસી શકાય કે નહિં?
જવાબ: હા, બિલકુલ પાન આધાર કાર્ડ સાથે લિંક છે કે નહિં? તે PAN Aadhar Link Status પરથી તપાસી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *