પાટણમાં 7 વર્ષની બાળકીને રિક્ષામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું
પાટણ શહેરમાં રિક્ષા ચાલકે શ્રમિક પરિવારની સાત વર્ષની બાળકીને રમાડતાં રમાડતાં તેની રિક્ષામાં બેસાડી નાસ્તો કરાવવા ના બહાને લઈ જઈ દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને લોહી લુહાણ હાલતમાં તેના માતા પિતા પાસે મૂકી નાશી ગયો હતો. જોકે પોલીસે તને પકડી લીધો છે. આ ઘટનાને પગલે હવસખોર રિક્ષા ચાલક સામે લોકોમાં ફિટકાર પ્રવૃત્તિ રહ્યો હતો.
પાટણ તાલુકાના એક ગામની વતની અને હાલમાં પાટણનાં કોલેજ રોડ ઉપર નિર્માણ પામી રહેલા રેલવે ઓવરબ્રિજની નીચે રહેતા અને પાટણ શહેરમાં પ્લાસ્ટિક વીણીને જીવન ગુજરાન ચલાવતા શ્રમિક પરિવારમાં પતિ-પત્ની અને 7 વર્ષની બાળકી દરરોજ ઓવરબ્રિજ નીચે પથારી કરીને સુવે છે. આ દરમિયાન 11 ઓગષ્ટની રાત્રે 11 વાગ્યા આસપાસ બાળકીના પિતાનો મિત્ર 37 વર્ષીય પ્રજ્ઞેશ સાધુ જે રિક્ષા લઇને આવ્યો હતો. સાત વર્ષની બાળકીને રમાડવાનાં, રિક્ષામાં ફરવા અને નાસ્તો કરાવવાનાં બહાને લઇ ગયો હતો. જોકે, મહિલાના પતિ સાથે પ્રજ્ઞેશ સાધુ દારૂ પિવા આવતો હોવાથી બાળકીની માતાએ તેને ઓળખતી હતી.
આ દરમિયાન અડધા કલાક પછી પ્રજ્ઞેશ બાળકીને લઇને પરત આવીને તેને બ્રિજની નીચે તેનાં મા-બાપ પાસે મૂકીને જતો રહ્યો હતો. આ દરમિયાન બાળકી રડતી હોવાથી તેની મહિલાએ તેનાં પતિને ઉઠાડ્યો હતો અને પ્રજ્ઞેશે આપણી દીકરી સાથે ખરાબકામ કર્યું હોવાનું જણાવતાં મહિલાનાં પતિએ આરોપી પ્રજ્ઞેશ સાથે ઝઘડો કર્યો હતો. 108ને જાણ કરતાં તેમાં બાળકીને સારવાર માટે પાટણની ધારપુર ખાતે ખસેડાઇ હતી. જ્યાં તેનું મેડિકલ ચેક કરાયું હતું અને તેની માતાનાં નિવેદન આધારે પાટણ બી-ડીવીઝન પોલીસે આરોપી પ્રજ્ઞેશ સાધુ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) તથા પોક્સો એક્ટ 3/4,5 (એમ), 6/ 9(એમ),10, 18 (એમ) મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે. તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
આ કેસની તપાસ પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ આર.કે સોલંકીએ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી પ્રગ્નેશ ઉર્ફે ફન્ટુશ હરિદાસ સાધુની ધરપકડ કરી લેવામાં આવી છે. તે આરોપી એક સંતાનનો પિતા છે. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 16 ઓગસ્ટ સુધીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.