ચાલુ ટ્રકે બોરીઓ ચોરતી ગેંગ ને પોલીસે રૂ. 3 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી
બનાસકાંઠાના લાખણી તાલુકાના આગથળા ગામે PSI એન.એચ. રાણા અને સ્ટાફ સહિત આગથળા ત્રણ રસ્તા ઉપર વાહન ચેકીંગ માં હતા તે દરમ્યાન ખાનગી બાતમી ના આધારે ચાલુ ટ્રકે બોરીઓ ચોરતી ગેંગ ના ઈસમો ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ:
(૧) રામાભાઈ ભીખાભાઇ સરાણીયા
(૨) જગમાલભાઈ ઉર્ફે વિનોદ રૂપશીભાઈ વાદી
ને આગથળા પોલીસ સ્ટેશનમાં લાવી પોલીસે પુછપરછ કરતા ચોરેલા સીંગદાણાના કટ્ટા તથા ચોરીમાં વાપરેલ પીકઅપ ડાલુ જુના ડીસા પોતાની સાથે બીજા સહ આરોપીઓ અજીતભાઈ સોનાભાઈ સરાણીયાવાળાના ઘરની પાછળના ભાગે વાડામાં સંતાડી મુકી રાખ્યું હતું.
તે આધારે પોલીસે આરોપીઓને સાથે રાખી ડીસા આરોપીના ઘરે તપાસ કરતા પીકઅપ ડાલુ કિ. રૂ ૨,૦૦,૦૦૦/- તથા ચોરી થયેલ સીંગદાણાના કટ્ટા નંગ-૨૦ કિ.રૂ ૧,૦૦,૮૦૦/- એમ કુલ કિ.રૂ ૩,૦૦,૮૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સહ આરોપીઓ અજીતભાઈ સોનાભાઈ સરાણીયા, અંકિતભાઈ કેશાભાઇ ને પકડી આગથળા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.