પાટીદાર યુવકને અમેરિકા મોકલવાની લાલચ આપી એજન્ટોએ રુ. 45 લાખની છેતરપિંડી આચરી અને પછી…
ગુજરાતીઓમાં વિદેશ જવાની ભારે ઘેલછા જોવા મળતી હોય છે. ત્યારે કેટલાક કબૂરતબાજી કરીને પણ વિદેશ જતા હોય છે. તો કેટલાક કિસ્સામાં છેતરપિંડી પણ સામે આવતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો મહેસાણાાંથી સામે આવ્યો છે. મહેસાણાના લિંચ ગામમાં રહેતા એક પિતા પોતાના પુત્રને વિદેશ મોકલવા માગતા હતા. પોતાના પુત્રને વિદેશ મોકલવા માટે તેઓએ બે શખ્સો ને રુપિયા 50 લાખ આપ્યા હતા. બાદમાં તેમને અહેસાસ થયો કે પોતાની સાથે છેતરપિંડી થઈ રહી છે. એટલે રુપિયા પરત માગ્યા હતા. ત્યારે આ શખ્સોએ માત્ર પાંચ લાખ રુપિયા પરત આપ્યા હતા અને બાકીના 45 લાખ રુપિયા આપ્યા નહોતા. આખરે પીડિતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરી હતી. જે બાદ પોલીસે પણ આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
પુત્રને અમેરિકા મોકલવા માગતા હતા
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મહેસાણાના લિંચ ગામમાં રહેતા દિનેશ પટેલ પોતાના પુત્રને અમેરિકા મોકલવા માગતા હતા. એટલે તેઓએ જીનલ પટેલ અને કલ્પેશ વ્યાસ નામાના બે શખ્સોનો સંપર્ક કર્યો હતો. આ શખ્સોએ તેમના પુત્રને અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. દિનેશ પટેલ પોતાના પુત્રને અમેરિકા મોકલવા માગતા હોઈ તેઓએ ડીલ પેટે રુપિયા 50 લાખ આપ્યા હતા. એ પછી સમય જતા તેઓને અહેસાસ થયો કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે.
50 માંથી માત્ર 5 લાખ પાછા આપ્યા
એટલે દિનેશ પટેલે આ બંને શખ્સો પાસે રુપિયા પરત માગ્યા હતા. એ સમયે આરોપીઓએ તેમને માત્ર પાંચ લાખ આપ્યા હતા અને 45 લાખ પરત કર્યા નહોતા. આખરે દિનેશ પટેલે બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, કેટલાક લોકો કબૂરતરબાજી કરીને પણ વિદેશ જતા હોય છે. ત્યારે છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે.
બોર્ડર ક્રોસ કરવી ખાવાનો ખેલ નથી
મહત્વનું છે કે, ભલભલા મજબૂત માણસને પણ તોડી નાખે તેવી ભૌગોલિક સ્થિતિ ધરાવતી અમેરિકા-મેક્સિકો બોર્ડર પર ક્યાંક બળબળતા રણ આવેલા છે તો ક્યાંક જંગલ અને નદીઓ. જ્યાં ભૌગોલિક સ્થિતિ પડકારજનક નથી ત્યાં અમેરિકાએ બોર્ડર પર એવી ધારદાર ફેન્સિંગ કરી છે કે તેનો જો એક કટ વાગી જાય તો માણસ આખી જિંદગી માટે અપંગ બની શકે છે. આ જ બોર્ડર પર ક્યાંક લાખો કન્ટેનર્સ આડા મૂકીને ઉંચી દીવાલો બનાવાઈ છે, તો કેટલીક જગ્યાએ ટ્રમ્પ વોલ પણ અમેરિકામાં લોકોને ઘૂસતા અટકાવે છે. આટલું ઓછું હોય તેમ બોર્ડર પર અમેરિકાની પોલીસ પણ હાઈટેક સાધનો સાથે સતત પેટ્રોલિંગ કરતી રહે છે. આ તમામ પડકારો વચ્ચે મેક્સિકો બોર્ડર ક્રોસ કરવી કોઈ ખાવાના ખેલ નથી. કારણકે, તેના માટે કેટલાય કિલોમીટર ચાલવું પડે છે, દીવાલ કૂદવી પડે છે, અને જીવના જોખમે રણ, પર્વતો કે પછી નદીઓ ક્રોસ કરવા પડે છે. આટલું કર્યા બાદ પણ જો પોલીસના હાથે ઝડપાઈ જાઓ તો બધી મહેનત માથે પણ પડે છે.