પાટણના સૂર્યનગર વિસ્તારમાં રેલવે ટ્રેક પર થયો ગંભીર અકસ્માત
પાટણના સૂર્યનગર વિસ્તાર માં રેલવે ટ્રેક ઉપર એક 23 વર્ષના અજાણ્યા ઈસમ નો અકસ્માત થયો હતો. અકસ્માત થયાની માહિતી મળતા પાટણ 108 ની ટીમના Emt. વિજય રાઠોડ અને Pilot ઈલોમુદ્દીન કાજીભાઈ તાબડતોડ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.
ત્યારે ઘટનાસ્થળ પર હાજર સ્થાનિકો, Rpf પોલીસ સ્ટાફ, Emt અને પાયલોટ સાથે મળીને દર્દી ને બચાવવાના પ્રયત્નો કરી CPR આપી 108 માં લઈ જઈને તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
તો ઘટનાસ્થળે દર્દી પાસે પડેલ આધાર કાર્ડમાં તેનું નામ દિનેશભાઇ રાવળ ઉંમર વર્ષ 23 સરિયદ ના રહેવાસી છે તેવું જાણવા મળ્યું હતું.