પાટણ: ચાણસ્માનાં ધિણોજમાં એક જ સમાજનાં બે પક્ષો વચ્ચે બબાલ, લાકડી વડે માર મારી ઘર પર છુટા પથ્થરો ફેક્યાં
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનાં ધિણોજ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ બાબતે ગ્રામપંચાયતે આપેલી નોટિસ અંગે અરજીઓ કરાઇ હોવાની શંકા રાખીને એક જ સમાજનાં બે પક્ષો વચ્ચે હંગામો અને ધિંગાણુ થયું હતું. આ બનાવ અંગે 10 લોકો સામે પોલીસે ઓઇપીસી 147/148/149/ 323/452/339 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ ચાણસ્માનાં ધિણોજ ગામે રહેતા કાનજીભાઇ બાબુભાઇ દેસાઇ અને તેમનાં પરિવાનાં સભ્યો હવનમાં મંદિરે જવાની તૈયારી કરતા હતા, ત્યારે તેમનાં મહેલ્લામાં રહેતા ચાર વ્યક્તિઓ બળદેવભાઈ, દિનેશભાઇ, નિખીલભાઇ અને ભરતભાઇ તેમનાં ધરે આવીને તેમને કહેલ કે, ગૌચરની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરવા બાબતની અમારા વિરૂધ્ધની ગ્રામપંચાયતની નોટિસ અમને મળેલી છે. જે નોટિસ તમે લોકોએ અરજી કરાવેલ છે. તેવી શંકા કાનજીભાઈ ઉપર કરીને ગાળો બોલી લાકડી લઈને મારવા માટે આવતાં કાનજીભાઈના પરિવારે ઝઘડો ન થાય તે માટે ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો.
વધુ વાંચો : –
પાટણની યશ ટાઉનશીપમાં પડોશીઓ વચ્ચે નજીવી બાબતે મારામારી થઈ
જેથી ઉપરોક્ત વ્યક્તિઓ જોરજોરથી બુમો પાડીને અને બીજાઓને બોલવતાં તેમનાં મહેલ્લામાં રહેતા તેમનાં કુટુંબીઓ હરગોવનભાઇ, દિલીપભાઇ, ભાવેશભાઇ, આકાશભાઇ, કમશીભાઈ, ખેંગારભાઈ વિગેરે લાકડીઓ સાથે કાનજીભાઇનાં ઘરે આવ્યા હતા અને બુમો પાડીને “ઘરમાંથી બહાર આવ, તને મારી નાંખવો છે.” તેવી ધમકીઓ આપી હતી. પરંતુ કાનજીભાઇ ઘરની બહાર નહિં આવતાં તેમનાં ઘર ઉપર છુટા પથ્થરો માર્યા હતા. તેઓ તેમનાં ઘરનાં દરવાજા પાસે ઉભા રહીને આ લોકોને સમજાવવા જતાં એક વ્યક્તિને કાનજીભાઇનો ટીશર્ટ પકડી તેમને ઘરમાંથી ખેંચ્યા હતા જ્યારે અન્ય વ્યક્તિઓએ તેમને લાકડીથી માર્યા હતા. લોકોએ તેમને છોડાવીને બધાને સમજાવીને કાઢ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.