ઇન્ડિયા

RBIની અદાણી સામે લાલ આંખ | Adani Group

Rate this post

Adani Group : RBIએ અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ (AEL)ને આપવામાં આવેલી લોન અંગે તમામ બેંકો પાસેથી માહિતી માગી છે. જોકે ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર, RBIના અધિકારીઓએ આ અંગે કંઈ જ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલો FPO રદ કર્યા પછી ગુરુવારે ગ્રુપના શેરમાં 10% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, લોકસભા અને રાજ્યસભામાં આ મામલાની તપાસની માગને લઈને હોબાળો થયો હતો. એેને કારણે બપોરના બે વાગ્યા સુધી બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. બુધવારે મોડી રાત્રે અદાણી ગ્રુપે 20 હજાર કરોડ રૂપિયાના સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલા FPOને રદ કરી દીધો હતો. કંપનીએ કહ્યું હતું કે રોકાણકારોના પૈસા પરત કરવામાં આવશે. આ પહેલાં બુધવારે અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 26.70% ઘટીને 2,179.75 પર બંધ રહ્યા હતા. આ જ કારણ હતું કે અદાણી ગ્રુપે FPO પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો.

અદાણી એન્ટરપ્રાઇઝીસ 20 હજાર કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેરના FPO સાથે આગળ વધશે નહીં. રોકાણકારોને પૈસા પરત કરશે. મંગળવારે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ નિર્ણય લીધો. ઇક્વિટી શેર આંશિક રીતે પેઇડ-અપ આધારે 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવે છે. આ FPO સંપૂર્ણપણે સબ્સ્ક્રાઇબ થયો હતો.

FPO રદ કર્યા બાદ ગૌતમ અદાણીએ એક વીડિયો સંદેશ આપ્યો હતો, જેમાં રોકાણકારોનો આભાર માન્યો હતો. અદાણીએ કહ્યું હતું, ગયા અઠવાડિયે સ્ટોકમાં ઉતાર-ચઢાવ હોવા છતાં કંપનીનો બિઝનેસ અને તેના મેનેજમેન્ટમાં તમારો વિશ્વાસ અમને આશ્વાસન આપતો રહે છે. મારા માટે મારા રોકાણકારોનું હિત સર્વોપરિ છે, બાકીનું બધું એ પછી આવે છે, તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે અમે FPO રદ કર્યો છે. બોર્ડને લાગ્યું કે FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય નથી.

ગૌતમ અદાણીએ તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘જો કે, આજે બજાર અભૂતપૂર્વ રહ્યું હતું અને દિવસ દરમિયાન અમારા શેરના ભાવમાં વધઘટ જોવા મળી હતી. આ અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને, કંપનીના બોર્ડને લાગ્યું કે આ FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં. રોકાણકારોના હિત સર્વોપરી છે અને તેથી તેમને કોઈપણ સંભવિત નાણાકીય નુકસાનથી બચાવવા માટે, બોર્ડે FPO સાથે આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે.

adani group share price

adani group news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *