પાટણ: કેનાલોમાં ગાબડાં પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ
પાટણ જિલ્લાની કેનાલોમાં ગાબડાં તેમજ લીકેજ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે નર્મદા તંત્રની બેદરકારીના કારણે કેનાલો ખેડૂતોને આફત સમાન બની રહી છે.
મળતી માહિતી મુજબ નવા ભિલોટ ગામ નજીક પસાર થતી કેનાલ લીકેજ થતાં હજારો લીટર પાણી નો વેડફાટ થયો હતો. નવા ભીલોટ થી બામરોલી ડિસ્ટ્રીબ્યુટર કેનાલ લીકેજ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા.
તો નર્મદાની માઇનોર અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલોમાં ગાબડાં તો ક્યાંક ઓવરફ્લો બાદ હવે લીકેજ થતાં ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ. નઘરોળ તંત્રની બેદરકારીને કારણે ખેડૂતો બની રહ્યા છે ભોગ.