વ્યાજખોર સાળા- બનેવી ઝડપાયા
વડગામપંથકમાં 39 વ્યકિતઓને વ્યાજના ચક્કરમાં ફસાવી ઉંચી ટકાવારીએ નાણાં વસુલ કરતાં ઘોડીયાલ અને દાંતાના નારગઢના સાળા- બનેવીને વડગામ પોલીસે દબોચી લીધા હતા. જેમની સામે વડગામ પોલીસ મથકે દસ ગૂના નોંધાયા બાદ પોલીસે તેમના ઘર સહિત ત્રણ સ્થળે છાપો માર્યો હતો. જ્યાંથી રોકડ રકમ, પ્રોસેસરી નોટ, કોરા ચેક, નોટરી દસ્તાવેજ કબ્જે લેવામાં આવ્યા હતા.
વડગામના ઘોડિયાલ ગામમાં ગુરુકૃપા જવેલર્સની દુકાન ચલાવતા પરેશકુમાર સોમાલાલ સોની અને તેનો સાળો સાળો દિલીપકુમાર કાંતિલાલ સોનીએ લોકો પાસે કોરા ચેકો તેમજ કોરા કાગળો ઉપર સહીઓ લઈ 10 ટકા જેટલા ઊંચા વ્યાજે નાણાં ધીરતા હતા. જેમાં અનેક ગણુંં વ્યાજ વસુલ્યા બાદ ચોક્કસ રકમ લેવાની કહી વ્યાજે નાણાં લેનારની જાણ બહાર તેઓના ખાતામાં આ બન્ને શખ્સો બેંકમાં ચેક ભરી રિટર્ન થતા નેગોસિયેબલ ઇન્સ્ટમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ કરી બ્લેક મેઈલ કરતા હતા.
બનાસકાંઠામાં દિવસેને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. તે વચ્ચે હવે બનાસકાંઠા પોલીસ વ્યાજખોરો સામે એલર્ટ મોડમાં આવી છે. ત્યારે વડગામ પંથકમાં 39 વ્યક્તિઓને વ્યાજના ચક્રમાં ફસાવી ઊંચી ટકાવારીએ નાણા વસૂલ કરતા ઘોડીયાલ અને દાંતાના નારગઢના સાળા – બનેવીને વડગામ પોલીસે દબોચી લીધા છે…અને સાળા – બનેવી સામે વડગામ પોલીસ મથકે 10 ગુના નોંધાયા બાદ પોલીસે તેમના ઘર સહિત ત્રણ સ્થળે છાપો મારી અન્ય દસ્તાવેજો પણ કબ્જે કર્યા છે.
વડગામના ઘોડીયાલ ગામમાં ગુરુકૃપા જવેલર્સ નામની દુકાન ચલાવતા પરેશ સોમાલાલ સોની અને તેનો સાળો દિલીપ કાંતિલાલ સોની લોકો પાસે કોરા ચેકો તેમજ કોરા કાગળ ઉપર સહીઓ લઈ 10% થી 20 ટકા જેટલા ઊંચા વ્યાજે નાણાં ધીરતા હતા. જેમાં અનેક ગણું વ્યાજ વસૂલ્યા બાદ ચોક્કસ રકમ લેવાની કહી વ્યાજે નાણાં લેનારની જાણ બહાર તેઓના ખાતામાં આ બંને શખ્સો બેંકમાં ચેક ભરી રિટર્ન થતા નેગોસીએબલ ઇન્સ્ટન્ટમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ કરી લોકોને બ્લેકમેલ કરતા હતા.
જો કે આ બંનેની આવી હરકતોથી પીડિત લોકો આજ દિન સુધી તો બહાર ન આવ્યા પરંતુ હવે પોલીસ આવા પીડિત લોકોના સપોર્ટમાં આવતા આ અંગે બંને વ્યાજખોરો સામે વડગામ પોલીસ મથકે ઘોડિયાલ ગામના 6 લોકો, હાતાવાડા ગામના એક વ્યક્તિ , કરનાળા ગામના 2 લોકો તો આંબતપુરાના એક વ્યક્તિ મળી કુલ 10 પીડિત લોકોએ આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા આ બંને સાળા – બનેવી સામે પોલીસે 10 જેટલાં ગુના નોંધી બંનેના ઘર સહિત અન્ય ત્રણ સ્થળોએ છાપા મારી રૂપિયા 2.13 લાખ રોકડ,48 પ્રોમિસરી નોટ અને 100 જેટલા સહી કારેલ કોરા ચેક સાથે બંનેને ઝડપી પાડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે… જોકે વ્યાજ ખોરો સામે બનાસકાંઠા પોલીસની કડક કાર્યવાહીને લઈ અન્ય વ્યાજખારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે..