પાટણ : 13 ગુનામાં સંડોવાયેલા બુટલેગરની ધરપકડ
Patan : પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વાગડોદ સિદ્ધપુર પાંથાવાડા અને ચાણસ્મા પોલીસ સ્ટેશનના 13 ગુનાઓમાં સંડોવાયેલા વાગડોદના દારૂના બુટલેગરની પાટણ એલસીબી પોલીસે પાસા નીચે અટકાયત કરી મધ્યસ્થ જેલ સુરત મોકલવા તજવીજ કરી હતી.
પોલીસે દારૂના બુટલેગર વાગડોદના માજીદખાન શેરખાન બલોચનો ગુનાઇત ઇતિહાસ ચકાસી ગુનાઓના આધારે પાટણ એલસીબી ઇન્ચાર્જ પી.આઈ વી.આર ચૌધરીએ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણને મોકલી આપતાં જિલ્લા મેજિસ્ટ્રેટ પાટણ એ માજીદખાન શેરખાન બલોચની પાસા નીચે અટકાયત કરી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા માટે હુકમ કરતા તે હુકમ આધારે પાટણ એલસીબીની ટીમે માજીદખાન શેરખાન બલોચની અટકાયત કરી હતી અને મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલવા માટે તજવીજ હાથ ધરી હતી.