ઇન્ડિયા

અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની એંટિલિયામાં ભવ્ય સગાઇ, જુઓ તસીવરો

Rate this post

Anant Ambani and Radhika Merchant engagement ceremony Pic મુકેશ અંબાણી (Mukesh ambani) ના પુત્ર અનંત અને બિઝનેસમેન વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ ( Anant and Radhika Merchant) ની સગાઇ ગુરૂવારે 19 ડિસેમ્બરના રોજ સાંજે મુંબઈમાં મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં શાનદાર રીતે કરવામાં આવી હતી. બુધવારે જ કપલે મહેંદી રસમ સેલિબ્રેટ કરી હતી. ગયા વર્ષે 29 ડિસેમ્બર 2022ના રોજ રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં અનંત અંબાણી અને રાધિકાની રોકા સેરેમની કરવામાં આવી હતી. અહીં ખાસ વાત એ છે કે, અંબાણી પરિવારને શ્રીનાથજી મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા છે અને મુકેશ અંબાણી કોઈ પણ નવું કામ શરૂ કરતા પહેલા અહીં ચોક્કસપણે જાય છે.

એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની એન્ટિલિયા દેશના ટોપ-10 સૌથી મોંઘા મકાનોમાં પ્રથમ સ્થાને છે. મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર ઊભી કરાયેલી આ 27 માળની આલીશાન બિલ્ડિંગની અંદાજિત કિંમત 12,000 કરોડ રૂપિયા છે. ગુરુવારે સાંજે આ ઘરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રાન્ડ એન્ગેજમેન્ટ સેરેમની યોજાઇ હતી. લાડકવાયા અનંત અંબાણીની સગાઇ માટે ઘરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.તેમજ નીતા અંબાણીએ આ ખુશીના પ્રસંગ પર સપ્રાઇઝ ડાન્સ પણ કર્યો હતો.

રાધિકા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. વિરેન મર્ચન્ટ મૂળ તો કચ્છના રહેવાસી છે. તેઓ ADF ફુડ્સ લિમિટેડના નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરની સાથે સાથે એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના CEO અને વાઈસ-ચેરમેન પણ છે. વિરેન મર્ચન્ટને બે પુત્રી છે રાધિકા અને અંજલિ. જ્યારે વિરેન મર્ચન્ટનાં પત્ની શૈલા પણ એક બિઝનેસ વુમન છે અને તેઓ એક એન્કોર પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર છે. અંજલિ પણ આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે કામ કરે છે.

રાધિકા મર્ચન્ટે વાઈસ-ચેરમેનની પોસ્ટ પર ઈસ્પ્રવા જોઈન કર્યું. આ એક રિયલ એસ્ટેટ ફર્મ છે, જે ફાઈન ટેસ્ટવાળા લોકો માટે હોલીડે હોમ બનાવે છે. આ સાથે જ તે એક સફળ બિઝનેસ વુમન છે. તે પોતાના પિતાની કંપની એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડમાં ડાયરેક્ટર પણ છે.

તમને જણાવી દઇએ કે રાઘિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બાળપણના મિત્રો છે. રાધિકા મર્ચન્ટની પિતાની દેશના ટોચના ઉદ્યોગપતિમાં ગણના થાય છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું. ત્યાર બાદ તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં તેણે પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમના એક એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી. તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ ગમે છે. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે. રાધિકા એક ટ્રેન્ડ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *