જિલ્લા માહિતી કચેરી ખાતે અઢી વર્ષની સેવા બાદ ગાંધીનગર ખાતે બદલી થતાં મદદનીશ રીંકલ પરમારને ભાવસભર વિદાયમાન અપાયું
પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ તરીકે ફરજ બજાવતાં શ્રી રીંકલ પરમારની ગાંધીનગર ખાતે બદલી થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી. શ્રી રીંકલ પરમારને માહિતી પરિવાર દ્વારા શ્રીફળ-સાકર અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
વર્ષ 2022 માં પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે પોસ્ટિંગ થયા બાદ છેલ્લા અઢી વર્ષથી તેઓ પાટણ જિલ્લા માહિતી કચેરી ખાતે સેવાઓ આપી રહ્યા હતા. નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલા વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા શ્રી રીંકલ પરમારને શ્રીફળ, સાકર અને સાલ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ માહિતી નિયામકશ્રી અમિત ગઢવીએ જણાવ્યું હતું કે, શ્રી રીંકલ પરમારે જિલ્લા માહિતી કચેરી ખાતે પૂરતી નિષ્ઠા સાથે પોતાની ફરજ બજાવી છે. શ્રી રીંકલ પરમારની ગાંધીનગર ખાતે બદલી થતાં તેઓના ઉજવલ ભવિષ્યની શુભકામના પાઠવું છું.
આ પ્રસંગે માહિતી મદદનીશશ્રી રીંકલ પરમારે જણાવ્યું કે, પાટણ ખાતે અઢી વર્ષના કાર્યકાળમાં કચેરીના સ્ટાફ દ્વારા ખુબ જ સારો સહયોગ મળી રહ્યો. શ્રી રિંકલ પરમારે સૌનો આભાર વ્યક્ત કરીને વિદાય લીધી હતી. આ સાથે જ સ્ટાફના સૌ મિત્રોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પાટણ માહિતી કચેરીના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.