CRPF Recruitment 2023 | ASI અને હેડ કોન્સ્ટેબલ 1450+ જગ્યાઓ પર ભરતી
CRPF Recruitment 2023 સેન્ટ્રલ રિઝર્લ પોલીસ ફોર્સ (CRPF)માં ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ)ના પદો માટે ભરતી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ASIના પદ માટે કુલ 58 અને હેડ કોન્સ્ટેબલમાં 532 જગ્યાઓની ભરતી કરવામાં આવશે. સેનામાં જોડાઈને દેશની સેવા કરવાનું વિચારી રહેલા યુવાનો માટે સારી તક છે. આ ભરતી પરીક્ષામાં ભારતના નાગરિક છે તેમની પાસેથી અરજીઓ મગાવવામાં આવી રહી છે. આ ભરતીમાં ભાગ લેવા માટે તથા ભરતી પ્રક્રિયા તથા ભરતીની વિશેની યોગ્યતા વિશે વધુ માહિતી અહીં મેળવો.
આ ભરતી પરીક્ષામાં રસ ધરાવતા ઉમેદવારો ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી અરજી પ્રમાણે આ લિંક પર ક્લિક કરીને https://crpf.gov.in/recruitment.htm ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતી પરીક્ષામાં પુરુષ અને મહિલા બન્ને ઉમેદવારો અરજી કરી શકે છે. જેના માટે કેટલીક મહત્વની વિગતો આ પ્રમાણે રહેશે.
CRPF Recruitment 2023 Notification
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારત સરકાર દ્વારા ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) ની પોસ્ટ માટે 1450+ ની જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી છે
CRPF Recruitment 2023 Apply Online
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારત સરકાર દ્વારા ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) ની પોસ્ટ માટે 1450+ ની જગ્યાઓની ભરતીની જાહેરાત બહાર પાડી છે તેની ઓનલાઇન અરજી કરવા માટેની લીંક આ આર્ટીકલમાં ઉપલબ્ધ છે
CRPF Recruitment 2023 Overview
વિભાગ | સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ભારત સરકાર |
જગ્યાનુ નામ | ASI (સ્ટેનો) અને હેડ કોન્સ્ટેબલ (મંત્રાલય) |
કુલ જગ્યાઓ | 1450+ |
નોકરીનુ સ્થળ | સમગ્ર ભારત |
આવેદન મોડ | ઓનલાઇન |
પગાર | સરકારી ધારા ધોરણ મુજબ |
છેલ્લી તારીખ | 25/01/2023 |
Official website | https://crpf.gov.in/ |
CRPF Recruitment 2023 Education Qualification
શૈક્ષણિક લાયકાતઃ રસ ધરાવનારા ઉમેદવારો ઈન્ટરમિડિયેટ (10+2) અથવા સમકક્ષ પરીક્ષા કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી પાસ થયેલા હોવા જોઈએ.
CRPF Recruitment 2023 Age Limit
વય મર્યાદાઃ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 18થી 25 વર્ષની રહેશે. વધુ વિગત માટે મુખ્ય અરજી ચકાસવી.
CRPF Recruitment 2023 Application Fees
માત્ર જનરલ, EWS અને OBC ના પુરૂષ ઉમેદવારો માટે @ 100/- પરીક્ષા ફી. એસસી/એસટીના ઉમેદવારો, ભૂતપૂર્વ સૈનિકો અને તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને મુક્તિ આપવામાં આવી છે.
વીઝા, માસ્ટર કાર્ડ, માસ્ટ્રો, રુપે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ભીમ યુપીઆઈ, નેટ બેંકિંગ દ્વારા ફી ઓનલાઈન ચૂકવી શકાય છે.
ઉમેદવારો દ્વારા 25.01.2023 ના રોજ 23:55 કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે.
Selection Process
પરીક્ષામાં કોમ્પ્યુટર આધારિત કસોટી, કૌશલ્ય કસોટી, શારીરિક ધોરણ કસોટી, દસ્તાવેજોની ચકાસણી અને વિગતવાર તબીબી પરીક્ષા (DME) નો સમાવેશ થશે. A11 પરીક્ષાના આ તબક્કાઓ ફરજિયાત છે.
How to Apply CRPF Recruitment 2023?
અરજી કરવાની પ્રક્રિયાઃ અરજી કરવા માટે https://crpf.gov.in.htm વેબસાઈટ પર જઈને Recruiement>View All > Ministerial staff ‘Apply’ કરી શકો છો. આ ભરતી અરજીથી જાહેરાતનો વધુ અભ્યાસ કરી શકો છો.
Salary
પે સ્કેલઃ 7મા કેન્દ્રીય પગારપંચ પ્રમાણે આ ભરતીમાં ASI (સ્ટેનો) પોસ્ટ માટે પે લેવલ 045 પ્રમાણે પે મેટ્રિક્સ 29200-92700 રૂપિયા રહેશે. જ્યારે હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટરીયલ) પદ માટે પે લેવલ 04 રહેશે અને પે મેટ્રિક્સ 25500-81100 રહેશે.
Important Dates
અરજી કરવાની તારીખઃ આ ભરતી પરીક્ષા માટે અરજીઓ મંગાવવાની શરુઆત 04/01/2023થી કરવામાં આવી છે અને ફી ભરવાની તથા અરજી કરવાની અંતિમ 25/01/2023 છે.
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
CRPF ભરતી 2023 માટે અરજી કરવાની અંતિમ તારીખ શું છે?
અરજી કરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી, 2023 છે.
CRPF ભરતી 2023 માં કેટલી ખુલ્લી જગ્યાઓ ઉપલબ્ધ છે?
હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) ની જગ્યાઓ માટે કુલ 1458 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.