સરકારી યોજના

Three Wheeler Loan Yojana 2023 | થ્રી વ્હીલર લોન યોજના 2023

Rate this post

Three Wheeler Loan Yojana 2023: ગુજરાત રાજ્યમાં જુદા-જુદા વિભાગો અને કચેરીઓ કાર્યરત છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર નીચે ઘણા વિભાગો કામગીરી કરે છે. Gujarat Schedule Caste Development Corporation(GSCSC) દ્વારા અનુસુચિત જાતિઓ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ સહાય, નાના પાયાની લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આ આર્ટિકલ દ્વારા SJE Gujarat હેઠળ SC Nigam દ્વારા ચાલતી થ્રી વ્હીલર લોન યોજના(Three Wheeler Loan Yojana 2023) વિશે માહિતી મેળવીશું.

Three Wheeler Loan Gujarat Government, Three Wheeler Loan 2023, Three Wheeler Vahan Sahay Yojana, રીક્ષા લોન યોજના, GSCDC Online Gujarat, Auto Rickshaw Loan, SC Nigam Loan Gujarat

Three Wheeler Loan Yojana 2023

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા અનુસુચિત જ્ઞાતિના નબળાં વર્ગો માટે સરકારી યોજનાઓ, શિષ્યવૃત્તિઓ તથા ધિરાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. Gujarat Schedule Cast માટે ઓનલાઈન અરજી કરવા માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ધિરાણ માટેની યોજનાઓની Online Application કરી શકો છો. અનુસૂચિત જ્ઞાતિઓ માટે GSCDC Online Portal બનાવેલ છે. આ પોર્ટલ પર રીક્ષા લોન યોજના, મારૂતિ ઈકો વાન પેસેન્‍જર ફોર વ્હીલર યોજના, નાના પાયાની ધંધા-રોજગાર માટે લોન વગેરેના ઓનલાઈન ફોર્મ ભરી શકાય. આ યોજનાનો લાભ માટે શું પાત્રતા જરૂરી છે?, ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય?, તેના માટે ક્યા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.

Three Wheeler Loan Yojana | થ્રી વ્હીલર લોન યોજનાનો હેતુ

અનુસુચિત જાતિ નિગમ દ્વારા આ ધિરાણ યોજનાનો લાભ એસ.સી(SC) જાતિના ઈસમોને આપવામાં આવે છે. આ યોજનાનો લાભ SC જ્ઞાતિના બેરોજગાર તથા ધંધો કરવા શકિતમાન હોય તેવા નાગરિકોને આપવામાં આવે છે. સ્વરોજગાર મેળવવા માટે રીક્ષા મેળવવા માંગતા હોય તેવા નાગરિકોને આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે મદદરૂપ થવા માટે ખૂબ જ હળવા વ્યાજદરે Loan આપવામાં આવે છે.

Key Points of Three Wheeler Loan Yojana

યોજનાનું નામથ્રી વ્હીલર લોન યોજના  (SC)  
ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજના મુખ્ય ઉદ્દેશઅનુસુચિત જાતિના બેરોજગાર થ્રી-વ્હીલર સાધન પર લોન
મેળવવા ઈચ્છતા નાગરિકોને ઓછા વ્યાજદરે લોન સહાય આપવી.
લાભાર્થીગુજરાતના અનુસુચિત જાતિ(S.C) જ્ઞાતિ નાગરિકોને
મળવાપાત્ર લોનઆ યોજના હેઠળ કુલ-2,50,000/- લાખ સુધી લોન મળવાપાત્ર થશે.
વ્યાજદરમાત્ર 3% વ્યાજે 2.50 લાખની લોન
Official WebsiteSJE Gujarat
Online ApplyGSCDC Online Portal

Three Wheeler Loan Gujarat માટેની પાત્રતા

GSCDC Online દ્વારા આ ધિરાણ યોજના ચલાવવામાં આવે છે. જેનો મોટાભાગનો સહયોગ NSFDC આપે છે. NSFDC એટલે National Scheduled Castes Finance And Development Corporation થાય છે. વિવિધ ધિરાણ યોજનાના ઓનલાઈન ફોર્મ GSCDC Online Gujarat દ્વારા સ્વીકારવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ આપેલી છે.

  • અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ.
  • 18 વર્ષ થી 50 વર્ષ સુધીના નાગરિકોને મળશે.
  • કુટુંબની વાર્ષિક આવક રૂ.6.00 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • લાભાર્થીના કે લાભાર્થીના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં જોડાયેલ ન હોવા જોઈએ.
  • લાભાર્થી વાહન ચલાવવા માટેનું લાયસન્‍સ ધરાવતા હોવા જોઈએ.
  • અરજી કરનારે અગાઉ કોઈપણ સરકારી / અર્ધ સરકારી બેંકમાંથી લોન લીધેલી ન હોવી જોઈએ.
  • અરજદારે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

થ્રી વ્હીલર લોન યોજનામાં કેટલી લોન મળવાપાત્ર થાય

ગુજરાત અનુસુચિત જાતિ નિગમ (GSCDC Nigam) દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ ધિરાણ યોજના હેઠળ 2,50,000/- લોન આપવામાં આવે છે. જે લાભાર્થીના બેંક ખાતામાં લોન મંજુર થયેથી ક્રેડિટ કરવામાં આવે છે.

થ્રી વ્હીલર લોન યોજનાનો વ્યાજદર

આ નિગમ, દ્વારા થ્રી વ્હીલર માટે લોન માટે વ્યાજદર નક્કી કરેલો છે. જે નીચે મુજબ આપેલો છે.

  • રીક્ષા લોન યોજના માટે વ્યાજનો દર ૩% રહેશે.
  • થ્રી વ્હીલરની યોજના માટે લીધેલ લોન નિયમિત હપ્તા પ્રમાણે પરત ભરવાની રહેશે.
  • આ ધિરાણ માટે નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 2 % દંડનીય વ્યાજ લેવામાં આવશે.

Documents Required For Three Wheeler Loan Yojana Gujarat

એસ.સી નિગમ દ્વારા આ લોન આપવામાં આવે છે. લાભાર્થીઓએ ઓનલાઈન એપ્લિકેશન GSCDC Portal પરથી કરી શકાશે. આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

ઓળખનો પુરાવો (ચૂંટણીકાર્ડની નકલ, ડ્રાઈવીંગ લાઈસન્સ & પાનકાર્ડની પૈકી કોઈપણ એક)
આધારકાર્ડની નકલ
ઉંમરનો પુરાવો
જાતિનો પુરાવો
આવક અંગેનો દાખલો
લાભાર્થીના રહેઠાણનો પુરાવો
અરજદારનો ફોટો
અરજદારની સહીનો નમૂનો

વધુ વાંચો: Pradhan Mantri Mudra Yojana in Gujarati| પ્રધાનમંત્રી મુદ્રા યોજના

How To Apply Online for Three Wheeler Loan Yojana 2023

GSCDC New Registration વિવિધ ધિરાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવો.

Google માં “GSCDC Online“ ટાઈપ કરવાનું રહેશે.
સર્ચ પરિણામમાં “SJE Gujarat અનુસૂચિત જાતિની અધિકૃત વેબસાઈટ ખોલવાની રહેશે.

હવે ”SC Nigam Loan” માટેની અધિકૃત વેબસાઈટ પર ક્લિક કરો.
અનુસૂચિત નિગમની વેબસાઈટના Home Page પર “New user (Register)?” પર ક્લિક કરવાનું રહેશે.
હવે તમારે “Registration for Online Loan Application System” પર અરજદારની Email Id, Mobile No, Password તથા Captcha Code નાખીને રજીસ્ટેશન કરવાનું રહેશે.
રજીસ્ટ્રેશન કર્યા બાદ મોબાઈલ પર Username અને Password આવશે.
હવે તમારે Login for Online Loan Application System પર જઈને તમારા User Name & Password દ્વારા Login કરવાનું રહેશે.
GSCDC Online નું લોગિન કર્યા બાદ નંબર-3 પર થ્રી વ્હીલરની યોજના (2020-21)(GOG) “અરજી કરો” પર ક્લિક કરો.

How to fill Online Application Form for Three Wheeler Loan Yojana 2023

હવે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખૂલશે.
જેમાં લાભાર્થીની માહિતી જેવી કે આધારકાર્ડ નંબર, પૂરૂ નામ, સરનામું વગેરે વિગતો ભરવાની રહેશે.


હવે લાભાર્થીએ Upload Photograph & Upload Signature કરવાની રહેશે.
અરજદારે શૈક્ષણિક લાયકાત તથા વાહનની વિગતો ભરવાની રહેશે.
તમામ વિગતો ભર્યા બાદ, ફરીથી એકવાર ફરીથી ચકાસણી કરવાની રહેશે.
ત્યારબાદ Captcha Code નાખીને “Save” ક્લિક કરવાનું રહેશે.
જો ઓનલાઈન એપ્લિકેશનમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો Edit Application પર ક્લિક કરવાનું રહેશે.
ઓનલાઈન એપ્લિકેશનમાં ભરેલી તમામ વિગતો સાચી હોય તો Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.

છેલ્લે, Confirm Application થયા બાદ તમારી ઓનલાઈન એપ્લિકેશનનો અરજી નંબર આવશે. Print Application પર ક્લિક કરીને પ્રિન્‍ટ કરવાની રહેશે.

FAQ’s

Que. થ્રી વ્હીલર લોન યોજનાનો કોના દ્વારા ચલાવવામાં આવે છે?
Ans. ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમ (GSCDC Online) દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.

Que. Three Wheeler Loan Yojana હેઠળ કેટલી લોન મળે છે?
Ans. અનુસુચિત નિગમ દ્વારા આ યોજનામાં કુલ 2,50,000/- ની લોન આપવામાં આવે છે.

Que. અનુસુચિત નિગમ માટે ધિરાણ યોજનાઓના માટે ઓનલાઈન વેબસાઈટ કઈ છે?
Ans. આ નિગમની વિવિધ ધિરાણ યોજનાઓનો લાભ લેવા માટે https://gscdconline.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ છે.

Que. થ્રી વ્હીલર લોન યોજનામાં કેટલા વ્યાજદર આપવામાં આવે છે?
Ans. આ યોજના હેઠળ આપવામાં આવતી લોન માત્ર 3% ના દરે લોન આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *