પાટણ જિલ્લામાં 25 સપ્ટેમ્બરના યોજાશે રોજગાર ભરતી મેળો
પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા કરવામા આવેલ છે. જેમા ધોરણ 10,12 પાસ/આઇ.ટી.આઇ પાસ/ડિપ્લામા/ગ્રેજ્યુએટ તથા સુધીની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો આ રોજગાર ભરતીમેળામાં ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા 18 થી 35 ની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે.
તારીખ:-25/09/2024, બુધવાર સમય:- સવારે 10-00 કલાકે
સ્થળ:- આઈ.ટી.આઈ ધરમોડા, તા: ચાણસ્મા, જિલ્લો: પાટણ
નોકરીદાતા:- કુશ સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ, ભચાઉ, બ્રિજ સ્કિલ સોલ્યુશન, બાવળા; પીપલ મંત્રા અમદાવાદ ; શારદા સન્સ, પાટણ; સાગર એન્જિનિયરિંગ વર્કસ, ચાણસ્મા
ખાલી જગ્યાઓ:- ઓપરેટર, હેલ્પર, ટ્રેઈની, પ્રોડક્શન ક્વોલિટી
આ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ અસલ અને નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ 3 થી 4 નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવી ઉમેદવારો પણ ભાગ લઇ શકશે. એમ રોજગાર અધિકારીશ્રી પાટણની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.
વેબસાઈટઃ www.anubandham.gujarat.gov.in