ગુજરાતપાટણ

પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાંથી પસાર થતી 66 કેવી લાઈનમાં વીજ પ્રવાહ પસાર કરવાનો હોવાથી લોકોને ચેતવણી અપાઈ

1/5 - (1 vote)

પાટણ જિલ્લાના સાંતલપુર પંથકમાંથી પસાર થતી 66 કેવી લાઈનમાં વીજ પ્રવાહ પસાર કરવાનો હોવાથી ગ્રામજનોને ચેતવણી અપાઈ છે. કલ્યાણપુરા, રણમલપુરા, રાજુસરા, છાણસરા, બાવરડા, બકુત્રા, દાત્રાણા, ગરમાડી (ગરાબડી) મઢુત્રા (મઘુત્રા)ના ગ્રામજનોને વિજ થાંભલાને ન અડવા અને દૂર રહેવા વિનંતી કરાઈ છે.

સાંતલપુરના દસેક ગામડાઓમાંથી વિદ્યુત લાઇન પસાર થવા બાબતે વીજ વિભાગ દ્વારા જાહેર ચેતવણી અપાઇ છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોપીરેશન લિમિટેડ દ્વારા 66 કેવી સાંતલપુર સબ સ્ટેશનમાંથી નીકળતી અને આરવીએનએલ પશ્ચિમ રેલવે વિભાગ અમદાવાદના નવીન સાંતલપુર ટ્રેકિંગ સબ સ્ટેશનમાં જતી 66 કેવી બેવડી વીજ લાઈનમાં 3 એપ્રિલથી અથવા ત્યારબાદથી કોઈપણ સમયે વીજ પ્રવાહ પસાર કરવા આવનાર છે.

હારીજમાં હોટલ પર જમવા આવેલા ત્રણ શખ્સોએ હોટેલ માલિક સાથે ઝઘડો કરી, લૂંટ ચલાવ્યા બાદ ફાયરિંગ કરીને ફરાર

આ વિદ્યુત લાઈનમાં સાંતલપુરના પર, કલ્યાણપુરા,રણમલપુરા, રાજુસરા, છાણસરા, બાવરડા ,બકુત્રા, દાત્રાણાગરમાડી (ગરાબડી) મઢુત્રા (મઘુત્રા) ગામોના સીમ તળ તથા આજુબાજુનો વિસ્તારમાં વિદ્યુત લાઈન પસાર થતી હોય વીજ દબાણવાળી શરૂ કરવાની હોવાથી પંથકની ગ્રામ્ય પ્રજાને આ લાઈનમાં તાર થાંભલા, તાણિયા કે લાઇનના કોઈપણ ભાગને બિન અધિકૃત વ્યક્તિએ અડકવું નહીં. કારણ કે વીજ પ્રવાહને કારણે અકસ્માત સર્જવાની સંભાવના છે. વ્યક્તિ કે પ્રાણી નું મૃત્યુ થાય એવી પણ સંભાવના કરાઈ છે. અગમચેતી રાખવા માટે જાણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *