ગુજરાતપાટણસિદ્ધપુર

પાટણ: વ્યાજખોરોને ડામવા સિદ્ધપુર ખાતે પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો

Rate this post

સિદ્ધપુર ખાતે પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો જેમાં વ્યાજખોરોથી નાગરીકોને સાવધાન રહેવા અપીલ કરાઈ…

સિદ્ધપુર નર્સિંગ કૉલેજના ઓડીટોરીયમ ખાતે જિલ્લા પોલીસ વડા વિજય પટેલ અને સિદ્ધપુર નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યા, પીઆઇ જે.બી.આચાર્ય દ્વારા ગુજરાત નાણાં ધિરનાર અધીનિયમ ૨૦૧૧ વિશે જાહેર જનતામાં અવેરનેસ લાવવા અને બિનકાયદેસર રીતે વ્યાજવટાવ નો ધંધો કરતા લોકો દ્વારા તગડા વ્યાજે નાણાં ધીરી રીકવરીના નામે પ્રતાડીત કરી આત્મહત્યા કરવા મજબૂર કરનારા વ્યાજખોરો સામે કડક કાયદાકીય પગલાં લેવા બાબતે જનતામાં પોલીસની કામગીરી અંગે ભરોસો આપવા એક લોકદરબારનું તા. ૨૩-૦૧-૨૦૨૩ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નગરના અગ્રગણ્ય નાગરીકો, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓના પદાધિકારીઓ અને સામાન્ય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ વિગતવાર ચિત્ર રજૂ કરી લોકોને વ્યાજખોરોથી સાવધાન રહેવા તથા કોઈ પરેશાન કરતું હોય તો પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *