પાટણ-ચાણસ્મા હાઇવે માર્ગ પર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા હેવી ટ્રક પલટી મારી ગઈ
પાટણ ચાણસ્મા હાઇવે રોડ ઉપર ગોલાપુર તરફ જવાના માર્ગ પર આવેલા યામી પેટ્રોલ પંપ નજીક શુક્રવારે રાત્રે પાટણ થી ચાણસ્મા તરફ જઈ રહેલી હેવી ટ્રકના ચાલકે અગમ્ય કારણસર પોતાના સ્ટેરિગ પરનો કાબુ ગુમાવતા હેવી ટ્રક ડિવાઈડર પરની લોખંડની ગ્રીલ તોડી રોડ પર પલટી ખાઈ જવા પામી હતી.
હેવી ટ્રક પલટી ખાતા ચાલક સહિત ના ટ્રકમાં બેઠેલા અન્ય ઈસમોને નાની મોટી ઈજાઓ થતાં અને બનાવની જાણ માગૅ પરથી પસાર થતાં વાહન ચાલકો સહિત યામી પેટ્રોલ પંપ ના કર્મચારીઓ ને થતા સ્થળ પર દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી માર્ગ પર પલટી ખાઈ ગયેલા અકસ્માત ગ્રસ્ત હેવી ટ્રકને માગૅ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી માર્ગને ખુલ્લો કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો : –
પાટણ ચાણસ્મા હાઇવે માર્ગ પર યામી પેટ્રોલ પંપ નજીક હેવી ટ્રક પલટી ખાઈ ગયા ની ઘટનાને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તો આ અકસ્માતની પોલીસે આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.