ચાણસ્મા ડેપો દ્વારા રાધનપુર થી સરખેજ એક્સપ્રેસ બસ શરૂ કરાઈ, જાણો બસનો રૂટ અને ભાડું
મુસાફરોને સારી સુવિધા મળી રહે તે માટે એસટી તંત્ર દ્વારા અવનવા રૂટો શરૂ કરીને સુવિધાઓ અપાઈ રહી છે ત્યારે ચાણસ્મા ડેપો દ્વારા રાધનપુરથી સરખેજ (Radhanpur to Sarkhej express bus) જવા માટે નવી બસ સેવા શરૂ કરી છે. જે બસ ચાણસ્માથી સવારે 9:00 કલાકે ઉપડી 11:00 કલાકે રાધનપુર પહોંચશે (Radhanpur to Sarkhej express bus time). ત્યાથી સવારે 11:15 રાધનપુર થી ઉપડી 3 કલાકે મહેસાણા-અડાલજ-વૈષ્ણોદેવી-ગોતા-સોલા-બોપલ થઈ સરખેજ પહોંચશે. સરખેજથી 3/15 વાગ્યે ઉપડી ચાણસ્મા થઈ પાટણ જવા આવવાના થાય અને સાંજે 7:00 વાગે ચાણસ્મા પરત આવશે.
ચાણસ્મા ડેપો સંચાલિત રાધનપુર સરખેજ એક્સપ્રેસ સેવાનું રાધનપુરથી સરખેજ 178 km અંતરનું ભાડું રૂ.112 થતું હોવાનું ડેપો મેનેજરે જણાવ્યું હતું. ચાણસ્મા ડેપો સંચાલિત રાધનપુરથી સરખેજ શરૂ કરાતા વઢિયાર પંથકના મુસાફરોને ઇસ્કોન વૈષ્ણોદેવી બોપલ જવા માટે સીધી સેવા મળતા મુસાફરોમાં આનંદની લાગણી છવાઈ છે.
પાટણની એક સોસાયટીમાં રમતા રમતા બાળક ભોંયરામાં પડ્યો, બે બાળકનો બચાવ
આ બસ ચાણસ્માથી રાધનપુર લોકલ રહેશે જ્યારે રાધનપુરથી સરખેજ એક્સપ્રેસ બસ સેવા રહેશે સરખેજથી પાટણ એક્સપ્રેસમાં રહેશે. ચાણસ્મા ડેપો દ્વારા હજી ધાર્મિક સ્થળો પર મુસાફરોને સીધી સેવા મળી રહે તે તે રૂટ પરની બસ સેવા શરૂ કરાશે એવું ડેપો મેનેજરે જણાવ્યું હતું.