ગુજરાતપાટણહારીજ

સમી : સરકારી કૉલેજ માં સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરવામાં આવી

Rate this post

સમી ખાતે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજમાં આજરોજ ‘સ્વામી વિવેકાનંદની 161 મી જયંતી અને રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ કેન્દ્ર અને એનએસએસ વિભાગ દ્વારા નિબંધ સ્પર્ધા, વ્યાખ્યાન અને પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિબંધ-સ્પર્ધા અંતર્ગત આધુનિક ભારતના ઘડવૈયા સ્વામી વિવેકાનંદ, યુવાનો માટે આદર્શ વ્યક્તિત્વ એટલે સ્વામી વિવેકાનંદ, ચારિત્ર્ય નિર્માણ અને સ્વામી વિવેકાનંદ શીર્ષક હેઠળ 32 વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. હિંમત ભાલોડીયા (આચાર્ય ગુજરાત કૉલેજ અમદાવાદ), સિનિયર પ્રધ્યાપક બહાદુરસિંહ કે. વાઘેલા, ડૉ. વિનોદ પ્રજાપતિ, ડૉ. વી.ડી. પુરોહિત અને આ સંસ્થાના આચાર્ય ડૉ. પી.એસ.પટેલ એ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદ્બોધન અને વ્યાખ્યાન આપ્યું હતું.

ડૉ. નિયતિબેન અંતાણી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિષયના અધ્યક્ષ ડૉ. આર.આર. ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.

વ્યાખ્યાન કાર્યક્રમમાં સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી તથા ગુજરાત આર્ટસ અને કોમર્સ કૉલેજ , અમદાવાદના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી વ્યાખ્યાન સાંભળ્યું હતું. વ્યાખ્યાન બાદ આયોજિત સ્વામી વિવેકાનંદ આધારિત પુસ્તકો, ચાર્ટ, સીડી, મોડેલ વગેરેનું પ્રદર્શન ગુજરાત કૉલેજ અમદાવાદના આચાર્ય ડૉ. હિંમત ભાલોડીયા અને સંસ્થાના વડા ડૉ. પી. એસ.પટેલ, બી.કે.વાઘેલા દ્વારા ખુલ્લું મુકાયું હતું. પ્રદર્શનમાં સમી કૉલેજ અને અમદાવાદ કૉલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મળી કુલ 146 થી વધારે લોકોએ પ્રદર્શની નિહાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન સ્વામી વિવેકાનંદ કેન્દ્રના કન્વીનર ડૉ. માયાબેન પરમાર અને પ્રોગ્રામ ઓફિસર ડૉ. વિષ્ણુ હાડલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *