ગુજરાતપાટણ

પાટણ: વરાણામાં ખોડિયાર ધામ ખાતે ૧૫ દિવસીય મહામેળાનો પ્રારંભ, જાણો વરાણા ખોડિયારમાં નો ઈતિહાસ

Rate this post

રાધનપુર ધારાસભ્યના હસ્તે વરાણા મિનીકુંભ મેળો ખુલ્લો મુકાયો…

વરાણામાં ખોડિયાર ધામ ખાતે ૧૫ દિવસીય મહામેળાનો પ્રારંભ…

યાત્રાધામ વરાણા ખાતે મહા માસના પંદર દિવસ માટે મીની કુંભ મેળો યોજાય છે. વરાણા ખોડીયાર ધામ ખાતે રાધનપુર મત વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં ખુબ મોટી ખ્યાતિ ધરાવતા વરાણા ખાતે આવેલ ખોડીયાર માતાજી ના મંદિરે મહા સુદ એકમથી પૂનમ સુંધી મીની કુંભ મેળાને વિધિવત રીતે ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર સહિત રાજકીય અગ્રણીઓ તથા ધાર્મિક શ્રદ્ધાળુઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વરાણા ગામે વર્ષો જૂનું માં ખોડિયારનું મંદિર આવેલું છે. મંદિરના ઇતિહાસ પાછળ અનેક પૌરાણીક કથાઓ પ્રમાણે ખોડિયાર માં સૌરાષ્ટ્ર તરફ જતા અહીં રોકાયા હતા અને અહીજ તેઓ એ મુકામ કર્યો હતો ત્યારથી ઉત્તર ગુજરાના અઢારે આલમ માટે વરાણા ધામ આસ્થાનું કેન્દ્ર બની ગયુ છે. ખાસ કરીને આહીર સમાજના આરાધ્ય દેવ છે. સમગ્ર ગુજરાતમાંથી શ્રધ્ધાળુઓ આસ્થા સાથે આવે છે, તો અનેક લોકો આ મેળામાં રોજગારી માટે આવે છે.

આ મેળાની વિશેષતા એ છે કે વઢિયાર પંથકના લોકો પોતાના ઘરે પુત્રનો જન્મ થાય એટલે પરિવારજનો વાગતે ઢોલે ખોડિયાર માને તલની સાનીની પ્રસાદી ધરાવે છે અને બાધા પુરી કરે છે, તો કેટલાક લોકો દીકરા દીકરીઓના લગ્ન થાય તેવી પણ માનતાઓ રાખે છે અને લગ્ન થયા બાદ બાધા પુરી કરે છે. આઠમના દિવસે ખોડિયાર માનો પ્રાગટ્ય દિવસ હોઈ મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવે છે. પંદર દિવસ ચાલનારા આ મેળામાં પાટણ, વઢિયાર,વાગડ,સહિત સમગ્ર ગુજરાતમાંથી લોકો દર્શન માટે આવે છે, તો મેળામાં મનોરંજનની સાથે સાથે ખાણી પીણીના સ્ટોલ અને ઘરવખરીના સરસમાનનું બજાર ભરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *