પાટણમાં એક ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો
પાટણ સુર્ય નગર ફાટક તરફ જતા ત્રણ રસ્તા પાસે બાતમીના આધારે નાકાબંધી કરી અર્ટીગા ગાડીમા ભરેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની બોટલ નંગ-238 કિ.રૂ.65,520/- ના પ્રોહી મુદ્દામાલ સાથે એક ઇસમને પાટણ સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાટણ જિલ્લામાં પ્રોહીબીશનની ગે.કા પ્રવુતિ નેસ્તનાબુદ કરવા સુચના લઈ પાટણ સીટી એ ડીવી પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની અર્ટીગા ગાડી જેનો નં.5058 નો છે. જે ગાડીમા બે ઇસમો ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સુજનીપુર ગામ તરફથી પાટણ સુર્ય નગર ફાટક થઈ પાટણ શહેરમા આવી રહેલ હોવાની બાતમી આધારે માણસો સાથે પાટણ સુર્ય નગર ફાટક તરફ જતા ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરી હતી.
ત્યારે આ ગાડી આવતા ગાડી ઉભી રખાવી ગાડી ચાલક ગોસ્વામી ભરતપુરી કેશરપુરી પરમપુરી ઉ.વ. 31 રહે સુઢા ગામ પશુ દવાખાનાની પાસે ગોસ્વામીવાસ તા.પાલનપુર જી.બનાસકાઠાવાળાને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની બોટલ નંગ 238 કિ.રૂ.65,520/- તથા અર્ટીગા ગાડી નં. GJ-08-CK-5058 કિ.રૂ.5,00,000/- તથા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.5,000/- મળી કુલ કિ.રૂ.5,70,520/- નો મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ પાટણ સીટી એ ડીવી પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી .જેમાં બે આરોપી પટેલ કેતુલ રહે ગઢ તા.પાલનપુર અને રાજપુત(વિહોલ) મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો લક્ષ્મણસિંહ (રહે ચારૂપ) ને પોલીસે પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
પકડાયેલ આરોપીનુ નામ-સરનામુ
(1) ગોસ્વામી ભરતપુરી કેશરપુરી પરમપુરી ઉ.વ. 31 રહે સુઢા ગામ પશુ દવાખાનાની પાસે ગોસ્વામીવાસ તા.પાલનપુર જી.બનાસકાઠા
પકડવાના બાકી આરોપીનુ નામ-સરનામુ
(1) પટેલ કેતુલ રહે ગઢ તા.પાલનપુર
(2) રાજપુત(વિહોલ) મહેન્દ્રસિંહ ઉર્ફે લાલો લક્ષ્મણસિંહ રહે ચારૂપ
કબ્જે કરેલ મુદ્દામાલ
ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કાચની બોટલ નંગ-238 કિ.રૂ.65,520/- મારૂતી કંપનીની અર્ટીગા ગાડી નં. GJ-08-CK-5058 જેની કિ.રૂ.5,00,00 તેમજ વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ કિ.રૂ.5,000/- એમ મળી કુલ કિ.રૂ.5,70,520 કુલ મુદ્દામાલ છે.