ગુજરાત

Weather Update: બે દિવસ છે ભારે! ગુજરાતના આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

Rate this post

Weather Update: છેલ્લા કેટલાય દિવસોથી કમોસમી વરસાદ ગુજરાતને ધમરોળી રહ્યો છે. ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વધુ એક ચિંતાજનક વાત એ છે કે હજુ પણ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પવન સાથે વરસાદ વરસે તેવું અનુમાન છે.

આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

કમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, જામનગર, રાજકોટ વગેરે વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી છે. પવન અને થંડર સ્ટ્રોમ સાથે વરસાદ વરસી શકે છે.

રાજકોટના ઉપલેટામાં વાતાવરણમાં પલટો

બીજી બાજુ રાજકોટના ઉપલેટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં હળવો વરસાદ જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવતા જગતના તાત ચિંતામાં મૂકાયા છે. ઘઉં, ધાણા, તલ અને જીરૂના પાકને નુકસાન થાય તેવી ભીતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *