પાટણ શહેરમાં સાંજે 6.00 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
Ban on entry of heavy vehicles in Patan city પાટણ શહેરમાં રેલ્વે ફાટક નં.41-એ પર રેલ્વે ઓવરબ્રીજનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનો માટે કેટલાક ડાયવર્ઝન આપવા માચે પોલીસ અધિક્ષકશ્રી પાટણની દરખાસ્ત મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ. તાજેતરમાં જ પાટણ શહેરના નાગરિકો તરફથી જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટીને રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆત મુજબ અવાર નવાર પાટણ શહેરમાંથી પસાર થતા રેતી ભરેલા ડમ્પર તથા મોટા ટ્રક વાહનોથી લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી પાટણ શહેરમાંથી પસાર થતા ભારે વાહનોનું નિયમન કરવાની તાતી જરૂરીયાત હોતા જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર પાટણ શહેરમાં સાંજે 06.00 વાગ્યાથી રાત્રે 09.00 વાગ્યા દરમિયાન ભારે વાહનો પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. તા.23.09.2023 સુધી આ જાહેરનામું અમલી રહેશે.
શહેરીજનોની રજૂઆતને વાચા આપતા જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટી
પાટણ શહેરમાં શિહોરી ત્રણ રસ્તા તરફથી આવતા સુજનીપુર રોડથી સીટીમાં આવતા ભારે વાહનોથી સ્થાનિક રહીશોને અડચણ ન પડે તથા ભારે વાહનોના કારણે શહેરના રોડ તુટવાની તેમજ ક્ષતિયુક્ત થવાની સંભાવના હોવાથી જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ,1951ની કલમ-33(1)(ખ) થી મળેલ સત્તાની રૂએ આમુખ-1ના જાહેરનામામાં ભારે વાહનો (રેતી ભરેલા ડમ્પર,મોટા ટ્રક) માટે નીચે મુજબના રસ્તાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.
• શિહોરી રોડ પરથી આવતા જતા ભારે વાહનો સુજનીપુર થઈ પાટણ સહેરમાં પ્રવેશ કરી શકશે નહી.
• ભારે વાહનોએ પાટણ શહેરમાંથી પસાર થવા સ્ટેટ હાઈવેનો જ ઉપયોગ કરવાનો રહેશે.
• શિહોરી/ડિસા તરફથી આવતા ભારે વાહનો સિદ્ધપુર,ઉંઝા મુકામે જવાના હોય તેવા વાહનો સ્ટેટ હાઈવે(ટી.બી.ત્રણ રસ્તા, નવ જીવન ચાર રસ્તા) થઈને પસાર થવાનું રહેશે. તથા ચાણસ્મા, હારીજ જવાના હોય તેવા વાહનો સ્ટેટ હાઈવે (ટી.બી.ત્રણ રસ્તા, નવ જીવન ચાર રસ્તા, સુદામા ચોકડી) થઈ પસાર કરવાના રહેશે.
• પાટણ શહેરમાં ક.18/00 થી ક.21/00 દરમિયાન ભારે વાહનો પ્રવેશવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ