પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે રામનવમી ના તહેવારને લઈને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી
પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે રામનવમી ના તહેવારને લઈને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાંતલપુર ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક રામજી મંદિરથી ખીમાસર ગૌશાળા સુધી તમામ હિન્દુ સંગઠનો, ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે વેપારીઓ દ્વારા તમામ બજારો સંપૂર્ણ બંધ રાખવામાં આવી હતી.
પાટણ જિલ્લાના સાતલપુર ખાતે રામનવમી ના તહેવારને લઈ સાંતલપુર ગ્રામજનો અને હિન્દુ સમાજ દ્વારા રામજી મંદિરથી ખીમાસર ગૌશાળા સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. સાતલપુરના વેપારીઓ દ્વારા તમામ વેપાર ધંધાઓ બંધ રાખી સંપૂર્ણ બજાર બંધ રાખી ભવ્ય શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા ની અંદર સમગ્ર ગ્રામજનો, સાધુ સંતો, સમગ્ર હિન્દુ સમાજ શોભાયાત્રામાં જોડાયા હતા. જય શ્રી રામના નારા સાથે ભક્તિમય વાતાવરણ બન્યું હતું.