પાટણ જિલ્લાના સાંતલપુરમાં વાવાઝોડાના વરસાદ સાથે કરા પડતા અગરિયાઓ માટે પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ
પાટણ જિલ્લાના સાંતલપુર નજીક આવેલ ક્ચ્છના નાના રણમાં મજૂરી કરી પેટિયું રળી ખાતા અગરિયાઓ માટે પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સાંતલપુરમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા મીઠાના પાકને મોટું નુકસાન થયું છે.
એક તરફ વન વિભાગ દ્વારા રણમાંથી મીઠું બહાર લાવવા માટેના રસ્તા પર ફાટક બંધ કરી તાળાં મારી દેતા રણમાંથી મીઠું ખેંચવાની કામગીરી બંધ કરાવવામાં આવી જયારે બીજી બાજુ ધોધમાર વરસાદ વરસતા અગરિયાઓ પર સંકટ છવાયું છે. લાખો ટન મીઠાનો તૈયાર પાક બહાર લાવવાના સમયે જ તંત્રએ તવાઈ હાથ ધરતા અગરિયાઓમાં હતાશા છવાઈ જવા પામી છે.
એક તરફ સરકારની યોજનાઓ અગરિયાઓને પુરી પાડવામાં આવી રહી છે બીજી તરફ વન વિભાગ દ્વારા રણમાંથી મીઠું બહાર લાવવા માટેની મશીનરી માટે પ્રવેશ પ્રતિબંધની કામગીરી કરતા અગરિયાઓની સ્થિતિ કફોડી બનવા પામી છે અને એવા સમયે કમોસમી વરસાદ વરસતા અગરિયાઓ માટે પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.