ગુજરાતપાટણપાટણ શહેર

પાટણમાં વિધવા માતાને મારઝૂડ કરતી દીકરીને પોલીસ સપોર્ટ સેન્ટરે સમજાવીને મામલો થાળે પાડ્યો

Rate this post

પાટણમાં રહેતી એક મહિલાને તેની દીકરી દ્વારા કરાતી હેરાનગતિ અને મારઝૂડનાં ત્રાસમાંથી પાટણ જિલ્લા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરનાં કાઉન્સેલરોએ મુકત કરાવી હતી અને આ દીકરીને સમજાવીને તેનાં પતિ સાથે તેનાં સાસરે મોકલવામાં આવી હતી.

આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ શહેરમાં રહેતી એક સિનિયર સિટીઝન અને વિધવા મહિલાની બે દીકરીઓ પૈકી મોટી દીકરી ને સમાજમાં લગ્ન કરાવતાં તે સાસરીમાં રહે છે. જ્યારે બીજી નાની દિકરીએ પ્રેમલગ્ન કર્યા હતા. હાલમાં તેને બે વર્ષની દીકરી છે. પરંતુ તેનાં પતિથી રિસામણા લઇને તેનાં પિયરમાં તેની વિધવા માતા પાસે રહેવા આવી હતી. પરંતુ તેની માતા પાસે વારંવાર પૈસાની માંગણી કરીને હેરાન પરેશાન કરતી હતી અને તે તેની માતાને મારઝુડ પણ કરતી હતી. તેનાં પિયરમાં રહેવા લાગી હતી. આથી માતાને દીકરીનો ત્રાસ સહન ન થતાં માતાએ નાછૂટકે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં કાર્યરત પોલીસ સ્ટેશન સપોર્ટ સેન્ટરમાં દીકરીની વિરુધ્ધમાં અરજી આપી હતી.

આ પણ વાંચો : –

પાટણના વેપારીનું ઉઘરાણીથી પરત આવતાં સમયે અઘાર પાસે હાર્ટ એટેકથી નિપજ્યું મોત

આ અરજી સંદર્ભે આ સેન્ટરનાં કાઉન્સેલર – સરોજબેન રાવળે ત્રસ્ત માતાને ભાવાત્મક ટેકો આપવા માટે તેમની સાથે મિટીંગ કરી હતી અને તેમની દિકરીને પણ બોલાવીને તેનું લંબાણપૂર્વકનું કાઉન્સેલીંગ કરીને સમજાવવામાં આવી હતી કે, ‘આ તમારી વિધવા માતાને આવી સ્થિતિમાં સહકાર આપવાનાં બદલે તેને માનસિક રીતે હેરાન કરો છો તે યોગ્ય નથી.’’ કાઉન્સેલર સરોજબેન રાવળે તેના પતિને પણ તેડુ મોકલી બોલાવીને કહ્યું કે, તેમની પત્નીની જવાબદારી તેમની છે અને તેને સારી રીતે રાખી શકે અને તેમની માતાને હેરાન ન કરે તે માટે સમજાવ્યા હતા. બાદમાં સમાધાન થતાં દીકરીને તેના પતિ પોતાની સાથે લઇ જવા માટે તૈયાર થયા હતાં.

આ સમાધાન બાદ સપોર્ટ સેન્ટરનાં કાઉન્સેલરે તેની માતાનાં ઘેર હોમ વિઝીટ કરી હતી. તેનાં માતા શાંતિથી રહેતા હોવાનું જણાયું હતું. આમ માતા દીકરીનાં સંબંધો તૂટવાનાં અણી ઉપર હતા તેને બચાવી લેવાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *