પાટણ: રાધનપુરની કોલેજિયન યુવતિનું રીક્ષામાં અપહરણ કરીને ગ્રામ્ય વિસ્તારમાં લઈ જઈ યુવકે ધમકી આપી દૂષ્કર્મ આચર્યું
પાટણ જિલ્લાના રાધનપુરની એક કોલેજિયન યુવતિનું રીક્ષામાં અપહરણ કરીને તેને સરસ્વતિ તાલુકાનાં એક ગામે લાવીને ખેતરમાં લઈ ગામના જ યુવકે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ તેને છરી બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવા પામી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ રાધનપુરનાં એક ગામની 22 વર્ષની યુવતિ તા. 4-10-23 નાં અરસામાં રાધનપુર ખાતેની કોલેજ આવતી હતી ત્યારે તેનાં જ ગામનાં એક યુવકે આ યુવતિને એક રીક્ષામાં બળજબરીપૂર્વક બેસાડીને રાધનપુરથી પાટણ સરસ્વતિનાં એક ગામે લાવ્યો હતો ને ગામની સીમમાં એરંડાનાં ખેતરમાં લઈ જઈને તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. આથી યુવતિએ બુમાબુમ કરતાં આરોપીએ તેને કહેલ કે, જો તું બુમો પાડીશ તો તને છરીથી મારી ખેતરમાં દાટી દઈશ.
બાદમાં યુવતિ આ યુવાનનાં સકંજામાંથી છુટી તેણે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી સામે આઇપીસી 376(2) તથા એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.
- પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ
- પાટણનાં ડેર પાસે કારે ટક્કર મારતાં બાઇક પર સવાર માતા-પુત્રનાં મોત,પતિ ઘાયલ
- ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માઇભક્તો
- કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
- પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ