ગુજરાતપાટણ

પાટણ: હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કર પાછું પાડતાં પાછળ સૂઈ રહેલાં ડમ્પર ચાલકના માથા પર ટાયર ફરી વળતાં મોત

Rate this post

પાટણ જિલ્લાના સાંતલપુર નજીક આવેલ નાગરાજ હોટલના ગ્રાઉન્ડમાં ડમ્પર ચાલકો કેબિનના આગળના ભાગે સુતા હતા તે દરમ્યાન હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કર ચાલકે અચાનક રિવર્સ લેતા ટેન્કરનું ટાયર સુઈ રહેલા ડમ્પર ચાલકના માથાના ભાગે ફરી વળતા ચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે કે અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થઈ જવા પામ્યો હતો.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ સાંતલપુર નજીક આવેલ નાગરાજ હોટલના ગ્રાઉન્ડ પર દિવસ પર મીઠાના કામમાં ડમ્પર ચલાવી 3 ડમ્પર ચાલકો જગદીશભાઈ રઇજીભાઈ ભોઈ, પ્રમોદકુમાર ગોરધનભાઈ ભોઈ તથા મનીષભાઈ શિવાભાઈ ભોઈ સાંજના સાડા પાંચ વાગ્યાના સમયગાળા દરમ્યાન ડમ્પર નાગરાજ હોટલના ગ્રાઉન્ડમાં રાખેલ હતા. હોટલના ગ્રાઉન્ડમાં જમવાનું બનાવી પ્રમોદકુમારની ગાડીની એર ચેક કરવા ગાડી ચાલુ કરી ત્રણ ડમ્પર ચાલકો કેબિનના ભાગે આડા પડીને સુતા હતા.

આ પણ વાંચો : –

સિદ્ધપુરમાં પતિને મારી નાખવાની ધમકી આપી ભાઈના સાળાએ દુષ્કર્મ આચર્યું

પાટણ એલસીબી પોલીસે અઘાર ગામમાં IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતાં 3 શખ્સોને રૂ.1,65,650 ના મુદ્દામાલ સાથે ઝડપ્યા, 3 ફરાર

ત્યારે હોટલના ગ્રાઉન્ડમાં પડી રહેલ ટેન્કર (GJ-05-BT-3259)ના ચાલકે ટેન્કર અચાનક રિવર્સ લેતા સુઈ રહેલા મનીષભાઈ શિવાભાઈ ભોઈ,રહે,ભોઇપુરા, તા.ઉમરેઠ ,જી.આણંદના માથાના ભાગે ટેન્કરનું ટાયર ફરી વળ્યું હતું. ત્યારે બાજુમાં સૂતાં અન્ય બે ચાલકોએ બૂમાબૂમ કરતાં બચાવ થવાં પામ્યો હતો. અકસ્માત સર્જી ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. મનીષભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબોએ મૃત ઘોષિત કર્યો હતો. સાંતલપુર પોલીસ મથકે ટેન્કર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જરૂરી કાર્યવાહી બાદ લાશને વાલી વારસોને સોંપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *