રાજપુરની રાજમાતા મીનળદેવી આદર્શ નિવાસી શાળા ખાતે “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી કરાઈ
પાટણમાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીનું આયોજન મહિલા અને બાળ અધિકારીની કચેરી પાટણ, આરોગ્ય શાખા અને આઈ.સી.ડી.એસ શાખા પાટણ તેમજ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી પાટણના સંયુક્ત ઉપક્રમે રાજમાતા મીનળદેવી આદર્શ નિવાસી શાળા રાજપુર, પાટણ ખાતે કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીનીઓનું રજીસ્ટ્રેશન કરીને આરોગ્ય વિભાગ દ્વારા હિમોગ્લોબીન અને એનીમિયા ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓનું ચેકઅપ કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમમાં icds વિભાગ દ્વારા શ્રીઅન્ન મિલેટ વાનગી હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં થઈ રહેલ હેલ્થ ચેકઅપની મુલાકાત મહેમાનશ્રીઓ દ્વારા લેવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિષ્ણુભાઈ પટેલ દ્વારા કિશોરીઓના આરોગ્ય બાબતે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓમાં એનીમિયા અને હિમોગ્લોબિનની ઉણપથી થતા રોગો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. ઉષાબેન બુચ દ્વારા મફત કાનૂની સલાહ વિશે માહિતી આપીને મહિલા સુરક્ષા વિશે વિદ્યાર્થીનીઓને વિસ્તૃત માહિતી આપી અવગત કરવામાં આવી હતી.શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મહિલા સશક્તિકરણ પર સુંદર અભિનય ગીત રજુ કરવામાં આવ્યું હતુ. ઉપસ્થિત તમામ વિધાર્થીનીઓને IEC કીટ, સેનેટરી પેડ અને નાસ્તાના ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં વિકસતી જાતિ કલ્યાણની કચેરી પાટણના જિલ્લા નાયબ નિયામકશ્રી દિવ્યાંકાબેન જાની, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી મેઘાબેન ગોસ્વામી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વિષ્ણુભાઈ પટેલ, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ઉર્મિલાબેન પટેલ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.અલ્કેશભાઈ સોહેલ, કાનૂની સલાહકારશ્રી ઉષાબેન બુચ, મદદનીશ સમાજકલ્યાણ અધિકારીશ્રી નીલમબેન પટેલ, પ્રોટેક્શન ઓફિસર બાળ સુરક્ષા શ્રી નીલેશભાઈ દેસાઈ, રાજપુર ITIમાંથી સ્નેહલબેન, મેડીકલ ઓફિસર, ફીમેલ હેલ્થ વર્કર, મુખ્યસેવિકા, DHEW સ્ટાફ, શાળાના આચાર્યશ્રી, શિક્ષક સ્ટાફ, oscસ્ટાફ, આંગણવાડી કાર્યકરો, આશાવર્કરો તથા આદર્શ નિવાસી શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.