ગુજરાત

પાટણના ડેર ગામની આંગણવાડીમાં બાળકો માટે પોષણ દ્રષ્ટિએ ઉપયોગી રોપાઓનું કરાયું વાવેતર

Rate this post

પર્યાવરણ શુદ્ધિકરણ માટે રાજ્ય સરકાર દ્વારા ‘’એક પેડ મા કે નામ’’ અભિયાન અંતર્ગત રાજ્યભરની આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત પાટણ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં પણ બાળકો માટે પોષણયુક્ત રોપાઓનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.

પાટણ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં ઉત્સાહભેર વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત પાટણ ઘટક 3 ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તેમજ સુપરવાઇઝરશ્રી દ્વારા ડેર ગામની આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડીના બાળકો માટે પોષણની દ્રષ્ટિએ ઉપયોગી થઈ શકે તેવા સરગવો, જામફળ, જાંબુ, અરડૂસી, તુલસી, મીઠો લીમડો જેવા ફળો રોપાનું રોપણ કરવામાં આવ્યું હતુ. તેમજ વિસ્તારની માતાઓ અને લાભાર્થીઓને પર્યાવરણને અનુલક્ષીને એક પેડ મા કે નામ અભિયાનને સાર્થક કરવા માટે આંગણવાડી ખાતે રોપવામાં આવેલ રોપાઓનું જતન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

વૃક્ષારોપણ કાર્યક્રમમાં આંગણવાડીનો તમામ સ્ટાફ, આંગણવાડી કેન્દ્રમાં આવતા બાળકો તેમના વાલીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *