પાટણ શહેરમાં ડેન્ગ્યુના કેસ નોંધાતા દોડધામ
પાટણ શહેરના જુદાજુદા વિસ્તારમાં ડેન્ગ્યુના ચાર જેટલા કેસ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ પોઝિટિવ વિસ્તારમાં અર્બન હેલ્થ પાટણ શહેરના આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, વેક્ટર કંટ્રોલ ટીમના સભ્યો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વિસ્તાર દવા નો છંટકાવ ફોગીગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
પાટણ શહેરના કુલડીવાસ, ઈકબાલ ચોક,મોતીસરા વિસ્તારમાં ડેન્ગ્યુના ચાર જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને આ ડેન્ગ્યુ પોઝિટિવ વિસ્તારમાં અર્બન હેલ્થ પાટણ શહેરના આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, વેક્ટર કંટ્રોલ ટીમના સભ્યો દ્વારા કરવામાં આવેલ હાઉસ ટુ હાઉસ પોરાનાશક કામગીરીનું સઘન નિરીક્ષણ તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્કેશ સોહલ તેમજ તાલુકાની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું.
નગરજનોને માહિતી આપવામાં આવી કે, ચોખા બંધિયાળ પાણીમાં આ મચ્છરો ઉત્પન્ન થાય છે જેથી સાત દિવસથી વધુ પાણી સંગ્રહ કરવું નહીં, અઠવાડિયામાં એક દિવસ પાણીના પાત્રો સાફ કરવા તેમજ તે પાણીના પાત્રોને હવા ચુસ્ત રીતે ઢાંકીને રાખવા, મચ્છરથી બચવા મચ્છરદાની નો ઉપયોગ કરવો , મચ્છર થી બચવા ગુડનાઈટ , ઓલ આઉટ, અગરબત્તી, ગુગળનો ધૂપ જેવા ઉપકરણનો ઉપયોગ કરવો તેમજ મચ્છર ઉત્પન થાય તેવા પાત્રોને નાશ કરવા માટે સૂચના આપવામાં આવી.હતી.તેમજ ડેન્ગ્યુ પોઝિટિવ વિસ્તારમાં ફોગીંગ પણ કરવામાં આવ્યું હતું.