પાટણમાં તંત્રની કડક કાર્યવાહી, આવી 44 ઈમારતોને સીલ કરવા કાર્યવાહી કરાશે
Patan City : પાટણ શહેરમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરી હતી. જેમાં પાટણ શહેરમાં 44 જેટલા ફાયર સેફ્ટી તેમજ ફાયર સેફટી સર્ટીફીકેટ ન ધરાવતી ઈમારતોને નોટિસ આપ્યા છતાં ફાયર સેફ્ટી તેમજ ફાયર સેફ્ટી સર્ટીફીકેટ ન ધરાવતી ઇમારતની સિલિગ પક્રિયા હાથ ધરવામાં આવશે.
પાટણ શહેરમાં ફાયર વિભાગે ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરી હતી. જેમાં પાટણ શહેરમાં 44 જેટલા ફાયર સેફ્ટી તેમજ ફાયર સેફટી સર્ટિફીકેટ ન ધરાવતી ઈમારતોને નોટિસ આપ્યા છતાં ફાયર સેફ્ટી તેમજ ફાયર સેફ્ટી સર્ટીફીકેટ ન ધરાવતી ઇમારતની આગામી દિવસોમાં વાણિજ્ય વ્યવસાય કરતી દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરાશે.
મોટા ભાગના કોમ્પ્લેક્સ જોખમી હોવાનું સામે આવ્યું હતુ. આથી પાટણ શહેરમાં 44 એકમ ધારકો સામે નોટિસ ફટકારવામાં આવી છે. જેને કામ શરૂ કર્યા છે તેવી બિલ્ડીંગમાં સીલ મારવાની કામગીરી નહીં કરાય, પરંતુ નોટિસ આપ્યા છતાં કામગીરી નહીં કેરલ એકમો પોલીસ બંદોબસ્ત સાથે રાખી સીલ કાર્યવાહી કરશે.
ફાયર વિભગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગ દ્વારા તમામને નોટિસ આપવામાં આવી છે. હાલમાં કેટલાક કામ શરૂ કર્યા છે તેની સામે કાર્યવાહી નહીં કરાય બાકીના જ્યાં પબ્લિક ભેગી થતી હશે અને કોઈ કામગીરી શરૂ કરી નહીં હોય તેવા એકમો સીલ કરવામાં આવશે.